મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાંથી હિરોઈનના જથ્થા સાથે પકડાયેલા બે શખ્સના ચાર દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાંથી હિરોઈનના જથ્થા સાથે પકડાયેલા બે શખ્સના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ પીકઅપ સ્ટેન્ડ પાસેથી ૧૪૯.૬૦ ગ્રામ હિરોઈનના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી પોલીસે કુલ મળીને ૭,૬૩,૧૦૦ ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો જેને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ સર્વિસ રોડ ઉપર પીકઅપ સ્ટેન્ડ પાસે રહેલા શખ્સની પાસે હેરોઈનનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાં રહેલ કૈલાશ ગોરખારામ નાઇ નામના શખ્સ પાસેથી હેરોઈનનો ૧૪૯.૬૦ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૭.૪૮ લાખનો હેરોઇનનો જથ્થો અને અન્ય મુદામાલ મળીને ૭,૬૩,૧૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી કૈલાશ ગોરખારામ નાઈ જાતે વાળંદ (૨૩) રહે પનલ કી બેરી તાલુકો ધોરીમના રાજસ્થાન અને રાજેશકુમાર મોહનરામ સિયાગ જાતે જાટ (૨૨) રહે હાલ રામજી કી ગોલ મુળ રહે સગરાણીઓ કી બેરી તા.ગુડામાલાની જી.બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ હતી અને એનડીપીએસ એક્ટની કલમ ૮(સી), ૨૧(બી) ૨૯ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એમ. સગારકા ચલાવી રહ્યા છે તેને બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તેના ચાર દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરેલ છે જેથી પોલીસે આ બંને શખ્સોને હેરોઈનનો જથ્થો આપનારા રાજસ્થાનના સાચોરમાં રહેતા દિનેશ બીસ્નોઈને પકડવા માટે અને સ્થાનિક લેવલે બીજા કોણ કોણ તેની સાથે સંડોવાયેલ છે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News