મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ


SHARE







મોરબીના રવાપર રોડે ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સુભાષ નગર પાસે કારમાં બેઠેલ વ્યક્તિ જાહેરમાં ન છાજે તેવી વર્તણૂક કરતો હતો જેથી કરીને તેને ત્યાં ન બેસવા કહ્યું હતું તેમ છતાં પણ તે ત્યાંથી તેની કાર લઈને ગયો ણ હતો અને બીજા માણસોને ત્યાં બોલાવ્યા હતા જેથી કરીને લાઇસન્સ વાળા હથિયારમાંથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સુભાષનગર પાસે થોડા દિવસો પહેલા અભય કુંભારવાડિયા નામનો વ્યક્તિ પોતાની ફોરવિલ કાર ત્યાં પાર્ક કરીને જાહેર પબ્લિકમાં ન છાજે તેવી વર્તણુક કરતો હતો જેથી રવાપર રોડ ઉપર સુભાષનગર પાસે રહેતા જતીન રામજીભાઈ વામજાએ સોસાયટીની સામે નહીં બેસવા માટે કહ્યું હતું અને તેમ છતાં ફોરવીલ કાર ત્યાંથી લઈને ગયેલ ન હતો અને બીજા માણસોને ત્યાં બોલાવ્યા હતા ત્યારે જતીન વામજાએ પોતાના લાઇસન્સ વાળા હથિયારમાંથી એક રાઉન્ડ ફાયર કર્યું હતું જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જતીન રામજીભાઈ વામજા જાતે પટેલ (૨૮) રહે. સુભાષનગર રવાપર રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

અકસ્માતમાં ઇજા
મોરબીમાં નટરાજ ફાટક પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટ લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં અન્સારી મહોમ્મદ બિમુલાટ (૧૭) રહે માળિયા ફાટક કાંતિનગર મોરબી અને અમીત રાજકુમાર બેંડા (૧૭) રહે. વિકાસપાર્ક શિવ હાઈટ મહેન્દ્રનગર મોરબી વાળાને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News