મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી-માળીયામાં જુગારની બે રેડ: ત્રણ મહિલા સહિત કુલ ૧૨ જુગારીઓ પકડાયા


SHARE







મોરબી-માળીયામાં જુગારની બે રેડ: ત્રણ મહિલા સહિત કુલ ૧૨ જુગારીઓ પકડાયા

માળીયા મીયાણાના વાગડિયા જાપા પાસે તેમજ મોરબીના વીસીપરા વિસ્તારમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્રણ મહિલા સહિત કુલ મળીને ૧૨ જુગારીઓ પકડાયા હતા જેથી કરીને પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા જુગારના બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે માળીયા મિયાણામાં વાગડીયા જાપા પાસે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મુસ્તાકભાઈ દાઉદભાઈ ભટ્ટી (૨૯), સાઉદીનભાઈ જાનમહમ્મદભાઈ ભટ્ટી (૩૦), યુનુસભાઈ તાજમામદભાઈ ભટ્ટી (૨૮)કાસમભાઇ જુમાભાઇ મોવર (૪૪), ઇરફાનભાઇ સલીમભાઈ કટિયા (૩૩), ફતેહમામદભાઈ તાજમહમદભાઈ જામ (૨૮) અને સિકંદરભાઈ જાનમમદભાઈ ભટ્ટી (૩૦) રહે. બધા માળીયા મીયાણા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે માળિયા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં કુબેર આઈસ ફેક્ટરી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઈરફાનભાઇ રહીમભાઈ નારેજા (૩૦)અફજલભાઈ ઉર્ફે અપુડો કરીમભાઈ સુમરા (૨૯), કરીમાબેન આમદભાઈ સમા (૪૫), મરિયમબેન રહીમભાઈ સુમરા (૫૦) અને જાનબાઈ રહીમભાઈ નારેજા (૫૨) રહે. બધા વીસીપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૦૩૦ ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News