મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી માળીયા (મી)ના જુમાવાડી વિસ્તારમાં દરિયાની ખાડીમાંથી બાળકનું કંકાલ મળ્યું મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત
Breaking news
Morbi Today

ટંકારા બાલાજી ગુર્પના બંસી પનારાએ દુબઈ ખાતે એકાગ્રતા સમર કેમ્પમાં ભાગ લિધો


SHARE









ટંકારા બાલાજી ગુર્પના બંસી પનારાએ દુબઈ ખાતે એકાગ્રતા સમર કેમ્પમાં ભાગ લિધો

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી નજીક આવેલ પંડિત દિનદયાળ દયાળ એનર્જી યુનિવર્સિટીમા ચોથા સેમમાં અભ્યાસ કરતા મુળ લખધીરગઢના યુવા ઉધોગપતિ દેવેન્દ્રભાઈ અમરશીભાઈ પનારાની પુત્રી અને  બાલાજી પોલિપેકના યુવા ઉધોગપતિ જગદીશ પનારાની ભત્રીજી બંસીબેને  દુબઈ સંયુક્ત આરબ અમીરાત ખાતે આવેલા હેરીઓટ વોટ યુનિવર્સિટીમા એકાગ્રતા સમર કેમ્પમાં બે સપ્તાહ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી લખધીરગઢ ગામ મોરબી જીલ્લા સાથે પનારા પરીવારનુ ગૌરવ વધાયુ છે.

આ પ્રોગ્રામમાં ટ્રેનિંગ દરમિયાન શૈક્ષણિક જ્ઞાન, વ્યવહારુ કૌશલ્યો જેને આપણે કોઠાસૂઝ કહી છી. (લાઈફ સ્કિલ), ડિજિટલ ટેક્નોલોજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી આધુનિક વ્યાપારી વિષયો સાથે કદમતાલ મેળવી યોગ્ય સમયે વિચારવાની ક્ષમતા વિકસાવવા માટે તૈયાર કરે છે. આ પ્રોગ્રામ બિઝનેસના મુખ્ય ક્ષેત્રો વિશે વિસ્તૃત રીતે જણાવે છે જે સફળ આધુનિક કંપનીને શરૂ કરવા તેને ચલાવવા માટે જરૂરી ફાઇનાન્સ, મેન પાવર , ઓપરેટર મેનેજમેન્ટ, માર્કેટિંગ અને લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યાપાર આયાત અને નિકાસ જેવી બાબતો બંસી પનારાએ ૧૫ દિવસ કેમ્પમાં રહી મેળવી ઉત્કૃષ્ટ પરીણામ મેળવ્યું હતું.




Latest News