મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના હોટલ માલિક-સંચાલકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ


SHARE







મોરબી જિલ્લાના હોટલ માલિક-સંચાલકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ

મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની આયાત તથા નિકાસ થતી હોય તેમજ મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટીએ ખુબજ મહત્વનો છે. જેમાં દેશ વિદેશથી મોટા  પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા ટૂરિસ્ટો આવતા જતાં હોય તેમજ લઘુ ઉદ્યોગોમાં પણ મોરબી શહેર મોખરે છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અગત્યના ઇનપુટો બાબતે મહત્વની માહિતી મળી રહે તે માટે “પથિક” સોફ્ટવેરની અમલવારી માટે મોરબી જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર મોરબી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ -૩૩(૧) હેઠળ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ હોટલો તેમજ ગેસ્ટ હાઉસ ખાતે પ્રાંતરાજ્યદેશવિદેશથી આવતા તમામ મુસાફોરોની વિગત આ પથિક સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકો એ નોંધી અપલોડ કરવાની રહેશે.

આ સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે મોરબી પોલીસ અઘિક્ષકશ્રી કચેરીશોભેશ્વર રોડજિલ્લા સેવા  સદનની બાજુમાં એ-વિંગ ત્રીજો માળરૂમ નં.૨૦૬ એસ.ઓ.જી. શાખા ખાતેથી હોટલ સંચાલક તેમજ માલિકે હોટલની વિગતો રજૂ કરી યુઝર આઈડી પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે. આ હુકમ તા.૧૯-૯-૨૦૨સુધી અમલ માં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. પથિક pathik-(programme for analysis of travellers and hotel informatics) સોફ્ટવેરની કામગીરી હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી માટે હોટલ ખાતેથી જ ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સીક્યોર વેબ પોર્ટલ બનાવવામાં આવેલ છે. ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. આમસોફ્ટવેર કોઈપણ નવી હોટલમાં ઇન્સ્ટોલ કરવા માટે જે તે સ્થળ પર જવાની જરૂર નથી. પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે તે હોટલની રજીસ્ટ્રેશન લગતી માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદયુઝરનેમ પાસવર્ડ આપતા હોટલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે. જેના આધારે રોકાણ કરનાર ગ્રાહકને તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થઈ જાય છે. જેના કારણે માનવ શક્તિનો ઓછો ઉપયોગ કરી ટેક્નોલોજીની મદદથી સમય મર્યાદામાં કોઈ પણ ગુન્હો  બનતો અટકાવી શકાય છે અથવા બનેલ ગુન્હાના કામે ડીટેકશન કરવામાં મહત્વપૂર્ણ કડી સાબીત થઈ શકે છે.






Latest News