મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાશે


SHARE







મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાશે

વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના વધુ સુદ્રઢ બને તેવા ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે મોરબી શાખા દ્વારા તા. ૧૩ ઓગસ્ટને રવિવારે સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરાયું છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રજીસ્ટ્રેશનની તા. ૨૭ જુલાઈને શનિવાર નક્કી કરવામાં આવી છે આ સ્પર્ધામાં જે નિયમો રાખવામા આવેલ છે તેમાં ભા.વિ.પ. ના મોરબી શાખાનાં વિસ્તારમાં આવેલ કોઈપણ શાળા ભાગ લઈ શકશે, સ્પર્ધામાં ધો ૬થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને દરેક ટીમમાં ૬થી ૮ વિદ્યાર્થીઓની સંખ્યા રહેશે, કોઈપણ સંગીત શાળાઓ કે સંગીત સંસ્થાઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહી, આ સ્પર્ધા હિન્દી તેમજ સંસ્કૃત એમ બે વિભાગમાં રહેશે, બે માંથી કોઈપણ એક વિભાગમાં ટીમ ભાગ લઈ શકશે, ભાગ લેનાર દરેક ટીમએ સંગીત વાદ્યો તથા વાદકોને પોતાની સાથે લાવવાનાં રહેશે. વાદ્યોની સંખ્યા વધુ માં વધુ ત્રણ રહે તેમજ વિદ્યુત અથવા બેટરીથી ચાલતા વાદ્યોનો ઉપયોગ કરી શકાશે નહી

તેમજ સ્પર્ધકોએ રાષ્ટ્રીય ચેતના કે સ્વરપુસ્તિકામાંથી જ કોઈ એક ગીત હિન્દી/સંસ્કૃત ભાષામાં ગાવાનું રહેશે. દરેક ટીમને ગીત રજૂ કરવા માટે ૭ મિનીટની સમય મર્યાદા રહેશે. દરેક ગીતનો રાગ કે ઢાળ YouTube પર જોવા-સાંભળવા મળશે, રાષ્ટ્રીય ચેતના કે સ્વરપુસ્તિકાની સોફ્ટકોપી તમે નીચે જણાવેલ સંયોજક અથવા સહસંયોજકનો સંપર્ક કરી મેળવી શકો છો., કુલ ૧૦૦ ગુણ રહેશે જે સંગીત યોજના, સ્વર, તાલ, ઉચ્ચારણ તથા પ્રસ્તુતીકરણ વગેરેમાં વહેંચાયેલ રહેશે, સ્પર્ધામાં શાખા સ્તરે પ્રથમ આવનાર ટીમ આગળના સ્તરે મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. જેની વધારે માહિતી વિજેતા ટીમને આપવામાં આવશે., સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમના તમામ સદસ્યોને પુરસ્કાર આપી સન્માનિત કરાશે, સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છિત ટીમે પ્રમુખ ડો. જયેશભાઈ પનારા (૯૮૨૫૬૨૧૨૧૪), પરેશભાઈ મિયાત્રા (૯૯૭૯૯૬૦૪૭૭), વિનુભાઈ મકવાણા (૯૭૨૩૩૭૯૧૭૧), હિંમતભાઈ મારવણીયા (૯૮૨૫૯૬૨૭૭૦) નો સંપર્ક કરવાનો રહેશે.






Latest News