મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારા પોલીસ સ્ટેશનના રણુભા રીટાર્યડ થતા વિદાયમાન સમારોહ યોજાયો


SHARE





ટંકારા પોલીસ સ્ટેશનના રણુભા રીટાર્યડ થતા વિદાયમાન સમારોહ યોજાયો

ટંકારા પોલીસ મથકના  રણુભાના હુલામણા નામથી ખ્યાતનામ રણધીરસિહ નારૂભા ઝાલા વય મર્યાદા પુર્ણ થતા ટંકારા પોલીસ મથકે ભાવ ભર્યુ વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો. તેઓએ નોકરી દરમિયાન  ફરજપાલનથી કડક સલામતીની અનેક સિધ્ધિઓ હાસલ કરી હતી. જેથી અધિકારીઓ તથા પંથકમાં માનસન્માન મેળવ્યુ હતું.

મહેસાણાના કટોસણ સ્ટેટના પરીવારના યુવા ઉત્સાહી યુવાન રણુભા તા.૧-૮-૮૯ મા પોલીસ ટ્રેનિંગ પાસ કરી પહેલું પોસ્ટિગ રાજકોટ ગ્રામ્યમા હાજર થયા.ત્યારબાદ નોકરીકાળ દરમિયાન સૌરાષ્ટ્રને કર્મ ભુમી માની રણધીરસિહ નારૂભા ઝાલાએ રાજકોટ જિલ્લામાંજ ફરજ બજાવી અને મોરબી જીલ્લો થતા વાકાનેર અને ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા તા.૩૦-૬-૨૩ મા વય મર્યાદા પુર્ણ થતા ટંકારા પોલીસ સ્ટેશનના થાણા અમલદાર એચ આર હેરભા ઈચા.ફોજદાર બી.ડી.સોનારા સહિતના સ્ટાફે માન ભેર વિદાયમાન આપ્યુ હતું.સાથે શેશ જીવન શારીરીક સ્વસ્થતા સાથે સુખમય રહે તેવા અભિનંદન સૌએ પાઠવ્યા હતા.આ તકે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ દીપ ચિખલિયા અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.રણુભાએ સૌરાષ્ટ્રમાં વતન માની હોસ્પિટલમાં ફરજ બજાવતા રંજનબા સાથે લગ્ન કર્યા અને ટંકારા સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર થયા અને ટંકારાને પોતિકુ ગણી નગરજનોના હ્રદયમાં સ્થાન પામ્યા પોલીસ સ્ટેશન નજીક આવેલા હોસ્પિટલના ક્વાર્ટરમાં રહી દર્દીઓ માટે કુણી લાગણી રાખતા સૌના પ્રિય પણ બન્યા હતા. આજે તેમનો પુત્ર યુવરાજસિહ મુળ વતન મહેસાણા બિએસસી નર્સિંગ અભ્યાસ બાદ  હોસ્પિટલમાં ફરજ બજાવે છે.




Latest News