મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી નજીક ટ્રેઇલરમાંથી ૧૩૨ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીના ટીંબડી નજીક ટ્રેઇલરમાંથી ૧૩૨ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો

મોરબી નજીકના ટીંબડી પાટીયા પાસે પાર્ક કરેલ ટ્રેઇલરમાં સફેદ માટીની થેલીની આડમાં દારૂની હેરફેરી કરવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી છે જેમાં વાહનની અંદરથી પોલીસે ૧૩૨ બોટલ દારૂ કબજે કરેલ છે અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી મહિત્યિ મુજબ મોરબી નજીકના ટીંબડી પાટીયા પાસે અશ્વમેઘ હોટલ સામે આવળ કોમ્પલેક્ષ પાછળ પાર્કીંગમાં દારૂની રેડ કરી હતી ત્યારે રેડ ટ્રેઇલર નંબર જીજે ૫૨ બીજી ૨૬૯૧ ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ટ્રેઇલર ચેક કરતાં તેમાં સફેદ માટીની થેલીઑ ભરેલ હતી તેની આડમાં દારૂની હેરફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે દારૂની ૧૩૨ બોટલ  જેની કિંમત ૪૯,૫૦૦ કબ્જે કરેલ છે અને આરોપી દીપુ કલ્યાણસિંહ મીણા (૨૭) રહે. વૃંદ સિરાવાસ, તાલુકો અલવર (રાજસ્થાન) વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ કે.એ.વાળાની સૂચના મુજબ પીએસઆઈ વી.જી.જેઠવા તેમજ જયદેવસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, દિનેશભાઇ બાવળીયા, વનરાજભાઇ ચાવડા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, કુલદિપભાઇ કાનગડ, કેતનભાઇ અજાણા, દેવશીભાઇ મોરી રોકાયેલ હતા.






Latest News