મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનના પુત્રના જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, ૩૧ બોટલ રક્ત એકત્રિત કરાયું


SHARE







મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનના પુત્રના જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, ૩૧ બોટલ રક્ત એકત્રિત કરાયું

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા સજનપર ગામના વતની અને હાલ મોરબી રહેતા તેમજ મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ (બાબુભાઈ) ટમારીયાના પુત્ર માનવ હીરાભાઈ ટમારીયાનો જન્મદિવસ હોય અને ૧૮ વર્ષ પૂર્ણ કરીને ૧૯ માં વર્ષમાં મંગલપ્રવેશ કરતા તે નિમિત્તે અન્યને પ્રેરણા મળે તે માટે માનવ ટમારીયાએ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં ૩૧ બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જે કોઈને જીવન ઉપયોગી બની રહેશે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે યોજાયેલ રક્તદાન કેમ્પમાં મેસરિયા આપા ઝાલાની જગ્યાના કોઠારી મહંત મગનીરામ બાપુ હાજર રહ્યા હતા અને તેઓએ પણ રક્તદાન કર્યું હતું.આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ રબારી, મંત્રી નીરજભાઈ ભટ્ટ, તેમજ મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે તથા મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા સહિતના આગેવાનો અને શુભચિંતકો હાજર રહ્યા હતા.આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૧ બોટલ જેટલું બ્લડ એકત્રીત થયું હતું અને તે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદોને મળી રહે તે માટે ડોનેટ કરવામાં આવ્યુ હતુ.જન્મદિવસ નિમિત્તે આ પ્રકારે કેમ્પ યોજીને માનવ ટમારીયા દ્વારા અલગ ચીલ્લો ચાતરવામાં આવ્યો હતો.માનવને જન્મદિવસની શુભેચ્છા ઉપરાંત આ સારા કાર્ય બદલ પણ સૌએ શુભેચ્છા પાઠવી હતી.






Latest News