મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ સંબંધનો ખાર રાખીને યુવાન સાથે ઝઘડો કરીને એસિડ પીવડાવી દીધું: યુવાન સારવારમાં


SHARE







મોરબીમાં પ્રેમ સંબંધનો ખાર રાખીને યુવાન સાથે ઝઘડો કરીને એસિડ પીવડાવી દીધું: યુવાન સારવારમાં

મોરબી શહેરના વીસીપરાની અંદર આવેલ રોહીદાસપરામાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હોય તે બાબતે બોલાચાલી અને અને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ તેને એસિડ પીવડાવી દીધૂ છે તેવું હાલમાં ભોગ બનેલા યુવાને હોસ્પિટલના બિછાનેથી પોલીસને જણાવ્યુ છે જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રમેશ મનસુખ ચૌહાણ (૨૩) નામના યુવાનને એસિડ પીવડાવી દેવામાં આવ્યું હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની પોલીસ દ્વારા નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે રમેશ ચૌહાણએ પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યુ છે કે, તેને પરમ સબંધ હોય ટેન બાબતે બોલાચાલી અને ઝઘડો કરીને અજાભાઈ અને દયાબેન નામના વ્યક્તિઓએ તેને એસિડ પીવડાવી દીધેલ છે જેથી કરીને પોલીસે રમેશ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ નિવેદન મુજબની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

હળવદ તાલુકાના જુના સુંદરગઢ ગામની પાછળ બ્રાહ્મણી નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે ત્યાં બાવળની જાળી વચ્ચે દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને ૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આ માલ પ્રવીણભાઈ જીવરાજભાઈ કોળી રહે. નવા સુંદરગઢ વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દારૂની એક બોટલ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલી નગરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૩૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને ભુપતભાઈ પ્રાણજીવનભાઈ દેવીપુજક (૨૫) રહે. કુલીનગર-૧ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News