મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

સોશ્યલ મીડિયામાં વોર: મોરબીમાં હનીટ્રેપને લગતા બે વિડીયો વાયરલ થયા બાદ યુવતીએ નોંધાવી ફરિયાદ


SHARE







સોશ્યલ મીડિયામાં વોર: મોરબીમાં હનીટ્રેપને લગતા બે વિડીયો વાયરલ થયા બાદ યુવતીએ નોંધાવી ફરિયાદ

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપ કાંડને લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપને લગતા વિડીયો સોશ્યલ મીડિયામાં આવી રહ્યા છે જેથી કરીને સોશ્યલ મીડિયા વોર મોરબીમાં ચાલી રહી છે તેમ કહીએ તો તેમાં જરાપણ અતિયોક્તિ નથી અને સતત વિડીયો તેમજ ઓડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીના રવાપર નજીક આવેલ રામકો બંગલોઝની પાસે આવેલ પેસીફીક હાઇટ્સમાં રહેતી યુવતીએ તેની સામે સોશ્યલ મીડિયામાં વિડીયો વાઇરલ કરનાર વ્યક્તિની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રામકો બંગલોઝની પાસે આવેલ પેસીફીક હાઇટ્સના બ્લોક નંબર ૪૦૧ માં રહેતી વિભુતીબેન ઉર્ફે રાણીબા હિતેન્દ્રભાઇ સીતાપરા જાતે પટેલ (ઉમર ૨૬) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કૌશિકસિંહ ઉર્ફે બબુભા મીઠુભા જાડેજા રહે. સામાકાંઠે શીવ સોસાયટી ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે મોરબી-૨ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ જણાવ્યુ છે કે, તે તેની ઓફીસે ગત તા. ૫-૭-૨૩ ના રોજ હતા ત્યારે તેના મામાના દિકરા અનિલભાઇ અંબારામભાઇ વીઠાપરાએ ફોન કરીને તેણીના વિશેની વિડીયો કલીપ છે જે વિડીયોની લીંક તેણે ફરિયાદીને મોકલાવી હતી.જેમાં અભદ્ર ભાષા વાળી અને તને બદનામ કરતી કૌશિકસિંહ નામના વ્યકિતએ વાત કરી છે જેથી આ વિડીયો કલીપ સાંભળીને જેમાં કોશિકસિંહ જાડેજાના નામના વ્યક્તિ રાબીબા ઇન્ટરનેશનલ એકસ્પોર્ટની વ્યક્તિ રાણીબા જે હનીટ્રેપ કાંડમાં ડોક્ટરને ફસાવે છે. અને કરોડોના કૌભાંડ મોરબીમાં કરી રહ્યા છે.જેના ગાડી નંબર જીજે ૨૩ ડીએ ૦૦૦૭ છે.આવી અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને ફરિયાદીને બદનામ કરવાની અને તેની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાની કોશીષ કરતો વિડીયો વાયરલ કરેલ છે.

જેથી આ વિડીયો જોઇને તુર્તજ મેં સૌશ્યલ મિડીયામાં ફેસબુક, HMTV ગુજરાતી ન્યુઝ વિગેરે ઉપર રાણીબાનો હનીટ્રેપનો કાંડ કરતો વિડીયો વાયરલ થયેલ હતો જેથી ફરિયાદીએ તેના પિતા, ભાઈ સહિત પરિવારના લોકોને વાત કરી હતી ત્યાર બાદ ગત તા ૬-૭-૨૩ ના રોજ બીજો વિડીયો વાયરલ થયેલ જેમાં કૌશિકસિંહએ ફરિયાદીને ધમકી આપેલ છે કે તમારા સદંતર નાશ કરી નાંખવાની ધમકી આપલે છે તેમજ "બા બનવું હોયને તો બાપુ પાસે આવવું પડે" તેમને આ ગરાસીયાના દિકરા બાપુ દેખાડી બતાવશે કે બા કેવી રીતે બનાય. આ વિડિયોમાં વધુમાં એવું પણ કહ્યું છે કે, બાપુ ભેગા હોય તો જ બા બની શકાય તેવી અભદ્રભાષાનો ઉપયોગ કરેલ છે અને હું બદલો લઇશ તેવી ધમકી આપેલ છે.જેથી કરીને યુવતીએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨) અને ૫૦૯ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના એક ડોક્ટર સાથે થયેલ વાતચીતનો ઓડિયો વાયરલ કઇ રીતે થયો..?

મોરબીમાં હનીટ્રેપ થાય છે તે જગ જાહેર છે છતા આવુ બન્યુ છે કે કેમ તે તો પોલીસ તપાસનો વિષય છે જો કે, મોરબીના જાણીતા ડોક્ટરની સાથે ફોન ઉપર થયેલી વાતચીતનો ઓડીયો પણ સોશ્યલ મીડીયામાં વાઇરલ થયો હતો. જેમા મુદદો એ છેકે બે વ્યક્તિ વચ્ચે થયેલ વાતનો ઓડિયો મોરબીના સોશ્યલ મીડિયા સુધી કઇ રીતે પહોંચ્યો..? મોરબીના ટોપના રાજકારણીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના તમામના ધ્યાન ઉપર જે તે સમયે તે ઓડિયો કલીપ સોશ્યલ મીડીયાના માધ્યમથી આવી જ હશે અને તેને લઈને અનેક વિધ ચર્ચાઓ પણ શહેરના ચોકે અને ચોટે થવા લાગી હતી અને ખાસ કરીને પ્રબુદ્ધ નાગરિકોમાં તો એવી પણ ચર્ચા થવા લાગી હતી કે કોઈપણ બે વ્યક્તિ ફોન ઉપર વાત કરે તેને રેકોર્ડ કરીને સોશ્યલ મીડિયામાં તેને વાયરલ કરવા પાછળ કોને ફાયદો હશે ? અને વાઇરલ કરવાનો હેતુ શું હશે..? તેની પણ પોલીસ દ્રારા તપાસ કરવામાં આવે તો કંઈક નવું જ ચિત્ર સામે આવે તેવી શક્યતા છે. જો કે પોલીસે આ ઓડિયો બાબતે કોઈ તપાસ કરી હોય તેવું હાલમાં કોઈ જગ્યાએથી સામે આવેલ નથી.આવા અનેક બનાવો મોરબીમાં બને છે પરંતુ પોલીસ પણ લોકોની જેમ મુક પ્રેક્ષકની ભૂમિકામાં હોય તેવું લાગી રહ્યું છે.






Latest News