મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી શહેર, તાલુકા અને ટંકારા તાલુકામાં જુગારની ચાર રેડ: ૧૭ જુગારી ઝપડાયા


SHARE







મોરબી શહેર, તાલુકા અને ટંકારા તાલુકામાં જુગારની ચાર રેડ: ૧૭ જુગારી ઝપડાયા

મોરબી શહેર, તાલુકા અને ટંકારા તાલુકાનાં જુદાજુદા વિસ્તારમાં જુગારની ચાર રેડ કરવામાં આવી છે જેમાં કુલ મળીને ૧૭ જુગારીઓ ઝડપાયા છે અને પોલીસે કુલ મળીને ૭૨૭૬૦ નો મુદામાલ કબજે કરેલ છે

મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર ઉમા બંગલોઝના ખુલ્લા વંડામાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર સુરેશભાઈ કરસનભાઈ ભટાસણા (૬૦), કાંતિભાઈ જેરામભાઈ લો (૫૮), દામજીભાઈ વાલજીભાઈ કાસુન્દ્રા (૭૨), લીંબાભાઇ સવજીભાઈ કુંડારીયા (૬૨) અને ડાયાભાઈ હરિભાઈ બાવરવા (૭૩) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૦૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકાના બરવાળા ગામે કરસનભાઈ બાલાભાઈ રાઠોડના મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મોરબી તાલુકા પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા ઘરધણી કરસનભાઈ પાલાભાઈ પરમાર (૬૫), ગોપાલભાઈ ઘેલાભાઈ દેલવાણીયા (૩૫), ફોજીભાઈ ઝીણાભાઈ દેલવાણીયા (૩૭), શામજીભાઈ કરસનભાઈ પરમાર (૪૨), ધરમભાઈ જયરામભાઈ દેલવાણીયા (૪૦), દુર્ગેશભાઈ શીવાભાઈ દેલવાણીયા (૩૭) અને સંતોષભાઈ ગગજીભાઈ દેલવાણીયા (૩૫) રહે. બધા બરવાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૪૦૫૬૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ટંકારા તાલુકાના વીરપર ગામે કોળીવાસમાં રાજેશભાઈના મકાનની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા નાગજીભાઈ ગોકળભાઈ દેગામા (૫૪), ભુપતભાઈ ધીરુભાઈ ઉઘરેજા (૩૪), રવજીભાઈ રત્નાભાઇ બાવરવા (૪૫) અને ચોંડાભાઈ પરસોત્તમભાઈ ઉઘરેજા (૪૬) મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦૩૦૦ ની રોકડ કબજે કરી હતી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ વિદ્યુતનગરના ઢાળિયા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા વિનોદ મનુભાઈ વરાણીયા જાતે કોળી (૩૬) રહે ત્રાજપર મોરબી વાળો મળી આવ્યો હોય પોલીસ તેની પાસેથી ૧૩૦૦ ની રોકડ કબજે કરી જુગારધારાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News