મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં મારી વાતો કેમ કરો છો કહીને વૃદ્ધાને મારી નાખવાની ધમકી


SHARE







મોરબીના મહેન્દ્રનગરમાં મારી વાતો કેમ કરો છો કહીને વૃદ્ધાને મારી નાખવાની ધમકી

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પીપરવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધા શેરીમાં હતા ત્યારે થોડા દિવસો પહેલા મારી વાતો કેમ કરતા હતા તેવું કહીને એક શખ્સે ગાળો આપી હતી અને ગાડીની ડેકીમાંથી લાકડી કાઢીને મારવાનો પ્રયાસ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધા દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મીયાણા તાલુકાના વેજલપર ગામના રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર ગામે પીપરવાડી વિસ્તારમાં રહેતા લીલાબેન ઈશ્વરભાઈ ચાડમીયા જાતે પટેલ (૬૧)એ આશિષભાઈ ધીરુભાઈ વીરડા રહે. મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તાર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના ઘર પાસે શેરીમાં બેઠા હતા ત્યારે સફેદ કલરની ગાડીમાં આરોપી ત્યાં આવ્યો હતો અને તેણે શેરીમાં ગાડી ઉભી રાખીને ફરિયાદી વૃદ્ધાને કહ્યું હતું કે દસ દિવસ પહેલાં હું ગાડી લઈને નીકળ્યો ત્યારે મારી વાતો કેમ કરતા હતા તેમ કહીને ગાળો આપી હતી અને બાદમાં ગાડીની ડેકીમાંથી લાકડી કાઢીને મારવાનો પ્રયાસ કર્યો હતો અને વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધા દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News