મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની માળિયા ફાટક ચોકડીએ બાઇકને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકે સામે ફરિયાદ


SHARE







મોરબીની માળિયા ફાટક ચોકડીએ બાઇકને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકે સામે ફરિયાદ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા ફાટક ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ તાલાલાના ગલીયાવડગીરના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા રેસીડેન્સીમાં શુભ પેલેસના બ્લોક નંબર ૨૦૩ માં રહેતા ધર્મેન્દ્રભાઈ મનસુખભાઈ હિંગળાજિયા જાતે પટેલ (૩૯)એ ટ્રક નંબર જીજે ૩ ડીડબલ્યુ ૮૭૭૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેઓના પિતા મનસુખભાઈ હિંગળાજિયા (૬૫) પોતાનું બાઈક નંબર જીજે ૧૧ એએ ૪૪૦૩ લઈને માળિયા ફાટક ચોકડી પાસેના ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી ફરિયાદીના પિતાને છાતી, માથા અને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક ત્યાંથી નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરા ધર્મેન્દ્રભાઈ હિંગળાજિયાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News