વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE











મોરબીના લાલપર પાસે આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક આવેલ બેંકમાં જતા સમયે બાઇક ચાલક યુવાનને આઇસરના ચાલકે સાઈડમાંથી ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક ચાલક યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પેટ અને કપાળના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તે યુવાને હાલમાં આઇસરમાં ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં વાવડી રોડ ઉપર આવેલ પટેલ વાડી પાસે રહેતો જયેશભાઈ પોપટભાઈ ડાભી જાતે સતવારા (૨૩) નામનો યુવાન તેનું બાઈક નંબર જીજે ૩ એચકયું ૫૬૯૫ લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે આઈસીઆઈસીઆઈ માં જતો હતો ત્યારે ઉમા ગેરેજ સામેના ભાગે રોડ ક્રોસ કરતા સમયે આઇસર નંબર જીજે ૩ એઝેડ ૪૫૩૨ ના ચાલકે તેને સાઈડમાંથી હડફેટ લીધો હતો અને અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે બાઇક ચાલક યુવાનને બંને પગમાં ફેક્ચર, પેટ અને કપાળના ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેને આઇસરના ચાલક સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

એક બોટલ દારૂ

મોરબીની લીલાપર ચોકડી પાસેથી રફાળેશ્વર તરફ જતા રસ્તા ઉપર આવેલ પેપરમીલ સામેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે રૂપિયા ૫૫૦ ની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી કિશનભાઇ મનરાખાન આહીર જાતે યાદવ (૫૦) રહે હાલ. લીલાપર ગામની સીમ પેપરમીલની ઓરડી વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News