ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે ફીનોમેક્સ સિરામિકમાં કન્વેયર બેલ્ટમાં આવી જતાં ચાર વર્ષની બાળકીનું મોત


SHARE







મોરબીના પીપળી રોડે ફીનોમેક્સ સિરામિકમાં કન્વેયર બેલ્ટમાં આવી જતાં ચાર વર્ષની બાળકીનું મોત

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં ચાર વર્ષની બાળકી કન્વેયર બેલ્ટમાં કોઈપણ કારણોસર આવી ગઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પીપળી રોડ ઉપર આવેલ ફીનોમેક્સ સિરામિક કારખાનાની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા અર્જુનભાઈ મેડાની ચાર વર્ષની દીકરી સેજલબેન શનિવારે રાતે ૮:૩૦ વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર મશીનના કન્વેયર બેલ્ટમાં આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને બાળકીને મૃત જાહેર કરી હતી અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

દેશી દારૂ

હળવદ મોરબી હાઇવે ઉપર આવેલ દેવીપુર ગામના પાટીયા પાસેથી કાર નંબર જીજે ૫ સીબી ૯૨૯૯ પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસને ૪૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૫૦ હજાર રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૫૪૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાઘાભાઈ લક્ષ્મણભાઈ મકવાણા (૪૫) રહે. ચોવીરા તાલુકો થાન જીલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ દારૂનો જથ્થો ગાડીમાં ક્યાંથી ભરીને આવ્યો હતો અને કોને આપવા જતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે






Latest News