મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના શિવનગરથી દવાખાને જતાં પિતા-પુત્રને અકસ્માતમાં ઇજા થતાં બંને સારવારમાં


SHARE







મોરબીના શિવનગરથી દવાખાને જતાં પિતા-પુત્રને અકસ્માતમાં ઇજા થતાં બંને સારવારમાં

મોરબી તાલુકાના પંચાસર ગામ પાસે આવેલ શિવનગરમાં રહેતા વૃદ્ધ પોતાના પિતાને દવાખાને બતાવવા માટે થઈને જતાં હતા ત્યારે અકસ્માતનો રસ્તામાં બનાવ બન્યો હતો અને જેમાં પિતા પુત્ર બનેને ઈજા થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા છે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના પંચાસર ગામ પાસે આવેલ શિવનગરમાં રહેતા મનસુખભાઈ ગણેશભાઈ કણસાગરા (૫૯) પોતાના પિતા ગણેશભાઈ મોહનભાઈ કણસાગરા (૮૨)ને પોતાના બાઈકમાં બેસાડીને દવાખાને ડોક્ટરને બતાવવા માટે આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મનસુખભાઈ અને ગણેશભાઈ બંનેને ઇજાઓ થઇ હોવાથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ
મોરબીમાં દરબારગઢ પાસે આવેલ મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર રહેતા જાગૃતિબેન ભરતભાઈ પટેલ (૫૭) મોરબીના વાવડી રોડ ઉપર આવેલ વાવડી ચોકડી પાસેથી બાઈકમાં પાછળ બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવમાં જાગૃતિબેનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના સનાળા બાયપાસ રોડ પાસે આવેલ મોર ભગતની વાડી ગોકુલનગરની પાછળના ભાગમાં રહેતા સુંદરબેન કડવાભાઈ પરમાર (૭૧) નામના વૃદ્ધાને તેઓના ઘર પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં સુંદરબેન પરમારને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની મધુરમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળ વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે






Latest News