મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં વીજ કંપનીના ઇજનરોની અચોક્કસ મુદતની હડતાલ સોમવાર સુધી સ્થગિત


SHARE







મોરબી સહિત ગુજરાતમાં વીજ કંપનીના ઇજનરોની અચોક્કસ મુદતની હડતાલ સોમવાર સુધી સ્થગિત

મોરબી સહિત ગુજરાતમાં વીજ કંપનીના ઇજનેરો દ્વારા મંગળવારે પીપળી પાસે આવેલ જેટકોની ઓફિસે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને અગાઉની જીયુવીએનએલ સાથેની મંત્રણા ભાંગી પડી હતી જેથી બુધવારથી પડતા અચોક્કસ મુદતની હડતાલનું રાજયના સંગઠને એલાન કર્યું હતું જો કે, સાંજે થયેલ મિટિંગ પછી ઉર્જા મંત્રીએ આગામી સોમવારનો સમય આપેલ હોવાથી હાલમાં આગામી સોમવાર સુધી અચોક્કસ મુદતની હડતાલ સ્થગિત કરવામાં આવી છે અને સોમવારની મિટિંગ પછી આગામી રણનીતિ જાહેર કરવામાં આવશે

ગાંધીનગર ખાતે પડતર પ્રશ્નો મુદે જીબીઆ અને જીયુવીએનએલ મેનેજમેન્ટ વચ્ચે મિટિંગ યોજાઇ હતી જેમાં સ્ટાફ સેટ અપ, હોટલાઈન એલાઉન્સ, બિન કાયદેસર ઓર્ડર રદ કરવા, પર્ફોમન્સ બેઝડ ઇન્સેટિવ સ્કીમ સહિતના મુદ્દે ચર્ચા કરાઈ હતી. જો કે, પરિણામલક્ષી હકારાત્મક વલણ અપનાવવામાં આવેલ નથી. જેથી કરીને મોરબી સહિત રાજ્યમાં વીજ કંપનીના ઇજનેરો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે મોરબી પીપળી પાસે આવેલ જેટકોની ઓફિસે પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને બુધવારથી અચોક્કસ મુદતની હડતાલનું રાજ્યના સંગઠને એલાન આપ્યું હતું જેમાં પણ મોરબીના ઇજનેરો જોડાવના હતા જો કે, આજે મોડી સાંજે રાજ્યના સંગઠનની મળેલ મિટિંગમાં પદાધિકારીઓએ જણાવ્યુ છે કે, ઉર્જા મંત્રીએ આગામી સોમવારનો સમય આપેલ છે જેથી કરીને તેની સાથે મિટિંગ ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલને હાલમાં સ્થગિત કરવામાં આવેલ છે અને ત્યાં મિટિંગ પછી જે નિર્ણય આવશે તેના આધારે આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે તેવુ સ્થાનિક અધિકારી પાસેથી જાણવા મળેલ છે 






Latest News