મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની શાળાનો જિલ્લા કક્ષાની કવિઝમાં ઐતિહાસિક વિજય


SHARE







ટંકારાના સજનપર ગામની શાળાનો જિલ્લા કક્ષાની કવિઝમાં ઐતિહાસિક વિજય

ભારતીય રીઝર્વ બેન્ક-અમદાવાદ દ્વારા આયોજિત નાણાકીય સાક્ષરતા પર અખિલ ભારતીય કવિઝમાં સમગ્ર જિલ્લાના દરેક તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની ટીમ વચ્ચે ટંકારા તાલુકાની પ્રાથમિક શાળા શ્રી સજનપર પ્રા. શાળાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે જેથી કરીને ૧૦ હજારનું ઇનામ આપવામાં આવ્યું છે અને આ સ્પર્ધા મોરબીના બીઆરસી ભવન ખાતે નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ ભારતીય રીઝર્વ બેન્ક-અમદાવાદ દ્વારા રાખવામા આવી હતી જેમાં નાણાકીય સાક્ષરતા પર અખિલ ભારતીય કવિઝનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ દરેક તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો.  જેમાં મોરબી જિલ્લાની શ્રી સજનપર પ્રા. શાળાના બે વિદ્યાર્થીઓ ગોરીયા જયદીપ ધીરજલાલ અને રાણીપા ગર્વ જયંતીભાઈએ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે આ વિદ્યાર્થીઓ  હવે રાજ્ય કક્ષાએ  મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે જે શાળા પરિવાર માટે ગર્વની વાત છે. આ તકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ મેનેજર રવિન્દ્રભાઈ કરાલે  અને મોરબી SBI ના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર સુરેન્દ્રભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત હતા તેમજ મોરબી જિલ્લાના બી આરસી કો-ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજા, એસએસએના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ કો-ઓ. પ્રવીણભાઈ ભોરણિયા પણ ઉપસ્થિત હતા તેમણે પણ બાળકોને અભિનંદન આપેલ છે. આ બાળકોને કવિઝની શાળા કક્ષાએ તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેનશ્રી દેત્રોજા ભારતીબેન પંચાણભાઈ અને નંબર મેળવેલ બંને વિદ્યાર્થીઓને ટંકારા તાલુકા પ્રા. શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા, બીઆરસી કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, સીઆરસી કો-ઓર્ડિનેટર શૈલેશભાઈ સાણજા, તાલુકા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા તેમજ સજનપર ગામના સરપંચ, એસએમસી અધ્યક્ષ તેમજ સમગ્ર સ્ટાફ અને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.






Latest News