મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી  : પીજીવીસીએલ તેમજ માર્ગ અને મકાન (ઇલેક્ટ્રિકલ) ની ટીમે મહત્વની કચેરીઓ માટે  પાવર બેકઅપની વ્યવસ્થા જાળવી


SHARE







મોરબી  : પીજીવીસીએલ તેમજ માર્ગ અને મકાન (ઇલેક્ટ્રિકલ) ની ટીમે મહત્વની કચેરીઓ માટે  પાવર બેકઅપની વ્યવસ્થા જાળવી

વાવાઝોડાના પગલે ક્યાંક નુકસાન થાય અને વીજ પુરવઠો ખોરવાઈ જાય ત્યારે જિલ્લા વહીવટી તંત્રની કામગીરીમાં અવરોધ ન આવે તે માટે પીજીવીસીએલ તેમજ માર્ગ અને મકાન (ઇલેક્ટ્રિકલ) દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં પીજીવીસીએલનો સ્ટાફ તેમજ માર્ગ અને મકાન (ઇલેક્ટ્રિકલ)નો સ્ટાફ શિફ્ટ વાઈઝ ૨૪ કલાક કાર્યરત હતો.વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાના પગલે ગત ચાર-પાંચ દિવસ દરમિયાન કંટ્રોલરૂમની સાથે મહત્વના વિભાગો રાઉન્ડ ક્લોક શરૂ રાખવામાં આવ્યા હતા. ત્યારે વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે કામગીરીમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે જિલ્લા સેવાસદન, તાલુકા સેવા સદન અને સર્કિટ હાઉસ ખાતે પાવર બેક-અપ માટે જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના માટે શિફ્ટ વાઈઝ માર્ગ અને મકાન (ઇલેક્ટ્રિકલ) તેમજ પીજીવીસીએલના સ્ટાફને નિયુક્ત કરવામાં આવ્યા હતો.

પાવર બેકઅપ માટે જનરેટરની વ્યવસ્થા અને મોનિટરિંગની કામગીરીમાં પીજીવીસીએલના એન્જિનિયર પી.જે.દલસાણીયા, માર્ગ અને મકાન વિભાગ (ઇલેક્ટ્રિકલ)ના એન્જિનિયર જે.કે. ગોહેલ, પીજીવીસીએલના એન્જિનિયર ડી.એન. ભીલા, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ કેતનભાઇ વરગીયા, લાઈનમેન ભરતભાઈ ડામોર, આસિસ્ટન્ટ લાઈનમેન દિનેશભાઈ ડાભી અને દશરથભાઈ પઢારીયા તેમજ માર્ગ અને મકાન વિભાગ (ઇલેક્ટ્રિકલ)ના વાયરમેન સર્વ ઝાલા કિશોરસિંહ, સંજય ઝાંબુકિયા, નિતીન ગોહેલ, ભાર્ગવ લાડવા તેમજ શૈલેષ બારડ વગેરેએ મહત્વની ભૂમિકા ભજવી આ પાવર બેકઅપની વ્યવસ્થા જાળવી હતી.






Latest News