મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બે યુવાન સારવારમાં


SHARE







મોરબી નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બે યુવાન સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે પ્રેમજીનગરના ગેટ પાસે ડબલ સવારી બાઇકને કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બે યુવાનોને ઇજાઓ થઈ હોવાથી તે બંને ઇજાગ્રસ્ત યુવાનોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને હાલમાં કારના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે શંભુ હોમ ડેકોર ટાઇલ્સ કારખાનામાં રહેતા રમેશભાઈ સોંડાભાઈ પરમાર (૧૯) અને સાહિલભાઈ ભલાભાઇ મકવાણા રહે. પ્રેમજીનગર વાળા બાઇક નંબર જીજે ૩૬ એ ૫૬૩૨ લઈને મકનસરથી વાંકાનેર તરફ જતા રસ્તા ઉપર સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૩૬ બી ૫૦૩૬ ના ચાલકે તેઓના ડબલ સવારી બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદી રાજેશભાઈ તથા તેની સાથે બાઈકમાં બેઠેલ સાહિલભાઈને ઇજાઓ થઈ હતી જેમાં સાહિલભાઈને માથામાં હેમરેજ અને શરીરે વધુ ઈજા થયેલ છે હાલમાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાજેશભાઈ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News