મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ગજબ : મોરબીમાં યુવાનને તેની પત્નીએ માથામાં લોઢી મારીને હાથમાં બચકું ભરી લીધું !


SHARE







ગજબ : મોરબીમાં યુવાનને તેની પત્નીએ માથામાં લોઢી મારીને હાથમાં બચકું ભરી લીધું !

મોરબી નજીકના શનાળા ગામે વણકરવાસમાં રહેતા યુવાને તેની પત્નીએ લોઢી વડે માથામાં માર માર્યો હતો અને ગાળો આપી હતી તેમજ જમણા હાથના અંગૂઠામાં બચકુ ભરી લીધું હતું જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની પત્ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબ કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના શનાળા ગામે આવેલ વણકરવાસ વિસ્તારમાં રહેતા નારણભાઈ રામજીભાઈ સોલંકી (૩૩) એ હાલમાં તેની પત્ની સીતાબેન નારણભાઈ સોલંકીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તેની પત્ની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારે તેની પત્નીએ તેના હાથમાં રહેલ રોટલી બનાવવા માટેની લોખંડની લોઢી તેના માથાના જમણા ભાગમાં મારી હતી અને તેને ગાળો આપીને જમણા હાથના અંગૂઠામાં બટકું ભરી લીધું હતું જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની પત્ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.






Latest News