મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

નવતર પ્રયોગ: મોરબી જીલ્લા પંચાયતના ફિલ્ડમાં ગયેલા અધિકારી-કર્મચારીની વ્હોટ્સ એપ કોલથી લેવાશે હાજરી


SHARE







નવતર પ્રયોગ: મોરબી જીલ્લા પંચાયતના ફિલ્ડમાં ગયેલા અધિકારી-કર્મચારીની વ્હોટ્સ એપ કોલથી લેવાશે હાજરી

મોરબી જિલ્લા પંચાયતના કર્મચારીઓ જે ફિલ્ડમાં જાય છે તે ખરેખર ફિલ્ડમાં જ છે કે નહીં તેને હવે ચેક કરવા માટેનું કામ ડીડીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને તેના માટે બે કર્મચારીઓને ફિલ્ડમાં ગયેલા અધિકારી અને કર્મચારીઓને વ્હોટ્સ એપ કોલ કરવા માટેની જવાબદારી સોપવામાં આવી છે અને ત્યારે જો અધિકારી કે કર્મચારી ફિલ્ડમાં નહીં હોય તો તને ગેરહાજર ગણવામાં આવશે અને તેની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

મોરબી જિલ્લા પંચાયતના ડીડીઓ ડી.ડી. જાડેજા દ્વારા હાલમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવ્યુ છે કે, જિલ્લા પંચાયતના કર્મચારીને કચેરી કામ સબબ બોલાવવામાં આવે ત્યારે જે તે કર્મચારી ફીલ્ડમાં છે. તેવી માહિતી સામે આવે છે ત્યારે કર્મચારી ખરેખર ફીલ્ડમાં ગયા છે કે નહી તેની હવે ખરાઈ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેના માટેની બે ડી.એન.ઝાલરીયા, વિસ્તરણ અધિકારી(પંચાયત) અને સી.આર.વાઘેલા, જુનિયર કલાર્ક (વહીવટ)ને જવાબદારી પણ સોપવામાં આવેલ છે અને આ કર્મચારીઓ દ્વારા ફિલ્ડમાં ગયેલ છે કે નહીં તેની ખરાઈ કરવા માટે વિડીયો કોલ કરવામાં આવશે. અને જો તેઓના વ્હોટ્સ એપ કોલને રિસીવ કરવામાં નહીં આવે અને પ્રત્યુત્તર આપવામાં નહીં આવે તો જે તે કર્મચારીની ફરજ પરની ગેરહાજરી નોંધાશે અને તેની સામે શિસ્તભંગની કાર્યવાહી થશે જેથી કરીને ફીલ્ડના નામે ગુટલી મારતા અધિકારી અને કર્મચારીઓને હવે ફીલ્ડના બહાના હેઠળ બહાર ફરવાનું ભારે પડી શકે છે

કુપોષણ ઘટાડવા અભિયાન
મોરબી જિલ્લાના ડીડીઓ ડી.ડી. જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, પૂર્ણા યોજના હેઠળ ૧૫ થી ૧૮ વર્ષની દીકરીઓની આરોગ્ય વિષયક ચકાસણી જીલ્લામાં શરૂ કરવામાં આવી છે. અને હાલમાં ૧૭૦ ગામમાં દીકરીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે જેમાં દીકરીઓની ઊંચાઈમ હિમોગ્લોબિન અને વજન વિગેરેની તપાસ કરવામાં આવશે અને ત્યારે ૧૮ થી ૨૫ વચ્ચે બીએમઆઈ કાઉન્ટ આવે તો નોર્મલ ગણાય છે. જો આનાથી વધારે હોય તો ઓબેસિટી અને ઓછું હોય તો કુપોષિત ગણાય છે જેથી કરીને આ અંગેની જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે વધુમાં જણાવ્યુ હતું કે, જિલ્લામાં ૧૪૬૯૨ દીકરીઓનું આરોગ્ય ચેક કરવામાં આવશે 






Latest News