મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ચોકડી પાસેથી ચોરાઉ રિક્ષા સાથે રીઢા ચોરને દબોચ્યો


SHARE







વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ચોકડી પાસેથી ચોરાઉ રિક્ષા સાથે રીઢા ચોરને દબોચ્યો

વાંકાનેર તાલુકા પોલીસે અગાઉ રાજકોટ, જામનગર, મોરબી જિલ્લાના ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને ચોરી કરલ રીક્ષા સાથે ઝડપી લીધેલ છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ વાંકાનેર તાલુકાનાં પીએસઆઈ બી.પી.સોનારા અને તેની ટીમ કામ કરી રહી છે ત્યારે વાંકાનેરની ઢુવા ચોકડીએ વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બજાજ કંપનીની મેક્સીમા મોડલની સી.એન.જી. રીક્ષા નંબર જીજે ૩ બિયું ૫૭૫૧ નિકળતા તેને રોકીને ચેક કરતા રીક્ષા ચાલકનું નામ જીતેન્દ્ર ઉર્ફે જીત ગોવીંદભાઇ પરમાર જાતે અનુજાતી (૨૪) રહે હાલ રખડતો ભટકતો મૂળ દલીતવાસ, જોડીયા નાકે, હનુમાનજીના મંદીર પાસે, જોડીયા વાળો હોવાનુ સામે આવ્યું હતુ અને તેની પાસે જે રીક્ષા હતી તેના કોઇ દસ્તાવેજી કાગળો ન હતા જેથી સીઆરપીસી કલમ ૪૧(૧) ડી, ૧૦૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરી પોકેટકોપ મોબાઇલ મારફતે ચેક કરતાં આ શખ્સે રીક્ષા રાજકોટ ચૌધરી હાઇસ્કુલ પાસેથી ચોરી કરેલ હોવાનુ કબુલાત આપતા રાજકોટ શહેર પધ્યુમન નગર પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે. આમ પોકેટ કોપ મોબાઇલથી વાહન ચોરી ડીટેકટ કરવામાં આવેલ છે. અને આ શખ્સની સામે થોરાળા પોલીસ સ્ટેશન, જોડીયા પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, મોરબી સીટી એ ડીવી., જામનગર એ ડીવી., મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં કુલ મળીને ૧૦ જેટલા ચોરીના ગુના નોંધાયેલ છે






Latest News