મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં ઓવરબ્રિજ, મેડીકલ કોલેજ, જિલ્લા કોર્ટ બિલ્ડીંગના વિકાસ કામની મુલાકાત લેતા સાંસદ-ધારાસભ્યો


SHARE







મોરબીમાં ઓવરબ્રિજ, મેડીકલ કોલેજ, જિલ્લા કોર્ટ બિલ્ડીંગના વિકાસ કામની મુલાકાત લેતા સાંસદ-ધારાસભ્યો

મોરબી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મીટિંગ યોજાઇ હતી. અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનને સફળતાપુર્વક નવ વર્ષ પૂર્ણ થતા તેના ભાગરૂપે આગામી દિવસોમાં જે કાર્યક્રમો કરવાના છે તેની ચર્ચા કરવામાં આવી હતી અને મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ થતા ઓવરબ્રિજ, શનાળા પાસે બની રહેલ મેડીકલ કોલેજ, જિલ્લા કોર્ટ બિલ્ડીંગ વિગેરે સ્થળો સાંસદે રૂબરૂ મુલાકાત લીધી હતી અને જરૂરી તકેદારી રાખવા અને વ્યવસ્થિત નિયમાનુસાર કામ કરવા સાંસદ વિનોદભાઈ ચાવડા અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્રારા ટકોર કરવામાં આવી હતી. આ તકે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, ટંકારાના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી, મહામંત્રી જયુભા જાડેજા, હુંબલ બાબુભાઇ, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, ટંકારા પ્રમુખ કિરીટભાઈ અંદરપા, મોરબી યુવા મોરચાના મહામંત્રી તપનભાઈ દવે અને જયદીપભાઈ હુંબલ તેમજ મોરબી જિલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો અને જુદા જુદા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.






Latest News