વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલ કરી કટ !: માળિયા (મી) તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણીની ઝંખના, ઉપરવાસમાં પાણીનો બેફામ બગાડ, તંત્ર મૌન ? મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શુક્રવારે એક જ દિવસમાં ૩૯૮૬૯ લોકોએ મૂકવી કોરોના વેક્સીન


SHARE











મોરબી જિલ્લામાં શુક્રવારે એક જ દિવસમાં ૩૯૮૬૯ લોકોએ મૂકવી કોરોના વેક્સીન
 

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે મોરબી જિલ્લામાં કોરોના સામે આદરવામાં આવેલા મેગા વેક્સીનેશન ડ્રાઇવ અભિયાનને નોંધપાત્ર સફળતા મળી છે. જિલ્લામાં તંત્ર દ્વારા વહેલી સવારથી શરૂ કરવામાં આવેલા રસીકરણ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને ૩૯૮૬૯ નાગરિકોને એકજ દિવસમાં વેક્સિન આપવામાં આવી હતી.


પ્રધાનમંત્રીનાં જન્મદિવસે મહારસીકરણ અભિયાન અંતર્ગત લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ માટે રાજ્ય સરકાર દ્વારા વેક્સિનનો પણ પૂરતો જથ્થો ફાળવી દેવામાં આવ્યો હતો. તેમજ તાલુકા કક્ષાએ તેની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી. આ મહારસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લામાં ૩૦૧ વેક્સિનેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય વિભાગનાં કુલ ૩૯૬૮ કર્મચારીઓની ટીમ વેક્સિનેશનની કામગીરીમાં જોડાયા હતા.

મહારસીકરણ અભિયાનમાં વ્યાપક જનસહયોગ મળી રહે એ માટે કલેક્ટરશ્રી જે.બી. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ દ્વારા માઇક્રો પ્લાનીગ કરવામાં આવ્યું હતું. વહિવટી તંત્રના અધિકારીઓ, આરોગ્ય વિભાગ, આશાવર્કર-આંગણવાડી કાર્યકર્તાઓ, શિક્ષકો, ખેતીવાડી વિભાગ, આઇસીડીએસ વિભાગ, નગરસેવકો, સ્થાનિક આગેવાનોનો સહયોગ મેળવવામાં આવ્યો હતો. મોરબીમાં ૧૭૩૦૧, વાકાંનેરમાં ૮૯૧૭, હળવદમાં ૫૯૨૯, માળીયામાં ૩૪૬૦, ટંકારામાં ૪૨૬૨ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આમ કુલ ૩૯૮૬૯ લોકોને વેક્સીન આપવામાં આવી છે જે અત્યાર સુધીમાં મોરબી જીલ્લામાં થયેલા વેક્સિનેશનમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક છે અને જે લોકોએ વેક્સિન મૂકવી છે તેમાં પ્રથમ ડોઝ ૨૨૨૪૬ તેમજ બીજો ડોઝ ૧૭૬૨૩ લોકોને આપવામાં આવ્યો હતો






Latest News