મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા ગ્રામ પંચાયતના મળેલ ગ્રામસભામાં દબાણ, પાણી સહિતના પ્રશ્નોનો ઢગલો


SHARE











ટંકારા ગ્રામ પંચાયતના મળેલ ગ્રામસભામાં દબાણ, પાણી સહિતના પ્રશ્નોનો ઢગલો

ટંકારા ગ્રામ પંચાયતના હોલમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાણી પશ્ર્ને ભારે રોષ ફેલાયો હતો૧૦૦ ચો.વારના પ્લોટ  ફાળવવા માટે લાભાર્થીઓ પંચાયત ખાતે દોડી આવ્યા હતાડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ચોમાસાના વરસાદી પાણીનાં નિકાલભુગર્ભ ગટર સર્વિસ રોડ અને ફૂટપાથ કરવા માટે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા પર ગામજનોએ ભાર મુકયો હતો. અને ગૌચરના દબાણ અને આડેધડ મનપડે ત્યા ખડકી દેવાયેલા દબાણ હટાવવા માટે લેખિત રજૂઆત કરી હતી. 

ટંકારા પંચાયતમા ગામ સભા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો આવ્યા હતા અને પાણીના પશ્ર્ને મારો ચલાવ્યો હતો જેની રજુઆતને ધ્યાને લઈ પાણી વ્યવસ્થા વધુ સુદઢ બને તેની ખાત્રી આપી હતી. હમીરભાઇ ટોળીયા માલધારીએ ગૌચરની જમીન પર થયેલ દબાણ દુર કરવા લેખિતમાં રજુઆત કરી હતી. હેમાલી પરમારે સબ સેન્ટર ટંકારા-૩ ની જગ્યા ફાળવવા રજુઆત કરી હતી. સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા ટંકારાના નગરનાકે સુશોભીત ગેઈટ બનાવવો તેમજ સી.સી. રોડ બનાવી નગરનાકાની શાન વધારવા લેખીત રજુઆત કરી હતી તથા ટંકારા ગામે સરકારી ખરાબાના સર્વે નંબર "૭૦૫" માં "લોક હિતે"બે હેકટર જમીન તાત્કાલિક મંજુર કરી જાહેર હરરાજીથી રાહત દરે નાના અને મધ્યમ વર્ગના લોકોને "ઘરનુ ઘર" મળી રહે તે હેતુથી ૧૦૦ ચો.વાર.ના પ્લોટ ની ફાળવણી કરી  તેમાંથી થતી આવક ગ્રામ પંચાયત ના વિકાસના કામોમાં ઉપયોગી બને તેવી લેખીત માં રજુઆત કરી હતી. આ ઉપરાંત આંગણવાડીની અઠળક રજુઆતોગેરકાયદે ખડકાયેલા દબાણો સહિતની આજની ગ્રામસભામાં ચર્ચા કરી હતી આ ગ્રામ સભામાં જીલ્લા પંચાયત આઈ સી.ડી.એસ. વિભાગના બી.એમ.ચારોલા હાજર રહ્યા હતા સુચારૂ સંચાલન ટંકારાના તલાટી કમ મંત્રી હરદેવસિંહ જાડેજાએ કર્યું હતું. સરપંચ ગોરધનભાઈ ખોખાણીઉપસરપંચ  શ્રીમતી નિર્મળાબેન ચાવડાજિલ્લા પંચાયતનાં વિપક્ષી નેતા ભુપતભાઈ ગોધાણીતાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલગામ પંચાયત સદસ્ય  રશમિકાંત દુબરીયાબિલકિશબેન સ્થાનિક અગ્રણી અરજણભાઈ ઝાપડામેડિકલ સ્ટાફ (હોમીયોપેથી)આશા વર્કર બહેનોઆંગળવાળી  બહેનોબેંક સખી મંડળો તથા બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.






Latest News