મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ડાયમંડનગર નજીક કાર ચાલકે હડફેટે લેતા પગપાળા જતાં યુવાનને ગંભીર ઇજા


SHARE







મોરબીના ડાયમંડનગર નજીક કાર ચાલકે હડફેટે લેતા પગપાળા જતાં યુવાનને ગંભીર ઇજા

મોરબી તાલુકાના ડાયમંડનગરથી ખાખરેચી ગામ તરફ જવાના રસ્તા ઉપર જિનિંગ મિલ પાસે કાર ચાલકે પગપાળા જઈ રહેલા યુવાનને હડફેટે લીધો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થઈ હોવાથી તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફોર વ્હીલ ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે જામનગર જિલ્લાના દળીયા ગામના રહેવાથી રાહુલભાઈ ઝીણાભાઈ શિયાળ જાતે આહિર (૩૫)એ અશોક લેલન ફોરવિલ ગાડી નં. જીજે ૧ સીવાય ૪૨૪૭ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમાં જણાવ્યું છે કે તેનો ભાઈ મેહુલ ઝીણાભાઈ શિયાળ જાતે આહિર (૩૪) અલિયાબાળાથી રવા ગામ તાલુકો રાપર જિલ્લો કચ્છ ચાલીને જઈ રહ્યો હતો ત્યારે ડાયમંડનગરથી ખાખરેચી ગામ તરફ જતા રોડ ઉપર ઉમા જીનીંગ ઓઇલ મીલથી આગળ પીપળીયા ચાર રસ્તા તરફ કાર ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતના બનાવમાં ઇજા થતાં મેહુલભાઈને પ્રથમ મોરબીમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ છે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News