મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટ્રકના ચોર ખાનામાં છુપાવેલ ૧૪૮ બોટલ દારૂ સાથે રાજકોટના બે શખ્સ ઝડપાયા


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટ્રકના ચોર ખાનામાં છુપાવેલ ૧૪૮ બોટલ દારૂ સાથે રાજકોટના બે શખ્સ ઝડપાયા

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અશોક લેલન ટ્રકમાં પસાર થતી હતી તેને રોકીનો પોલીસે ચેક કરી હતી ત્યારે ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂની ૧૪૮ બોટલો મળી આવી હતી જેથી ૨,૪૪,૫૦૦ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળી કુલ ૧૫,૧૨,૨૨૮ ના મુદામાલ સાથે બે આરોપીને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ અને તેની ટીમ દારૂના જથ્થાના શોધવા માટે પ્રયત્નસીલ હતી તેવામાં એલ.સી.બી પેરોલ ફર્લો સ્કોડના સુરેભાઇ હુંબલ, નંદલાલ વરમોરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને સયુકતમાં ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી અશોક લેલન ગાડી રજી. નં. જીજે ૧૪ ઝેડ ૬૮૦૦ વાળી રાજકોટ તરફ આવનાર છે. જે ગાડીમાં ચોરખાનુ બનાવી તેમાં અંગ્રેજીદારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરે છે. જે હકીકત આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે વોચ ગોઠવતા બાતમી મુજબનો ટ્રક આવતા તેને રોકીને ચેક કરતા દારૂની ૧૪૮ બોટલ મળી હતી જેથી ૨,૪૪,૫૦૦ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળી કુલ ૧૫,૧૨,૨૨૮ ના મુદામાલ સાથે આરોપી ગીરીશભાઇ રાજાભાઇ ખોડીય જાતે રાજગોર બ્રાહ્મણ (૫૭) અને નિલેશભાઇ ગીરીશભાઇ ઓડીચ જાતે રાજગોર બ્રાહ્મણ (૨૯) રહે. બન્ને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી તીરૂપતી પાર્ક પાસે અમૃતપાર્ક શેરી નં-૪ બ્લોક નં-એફ વાળાની એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં આ બંને શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવીને બંને આરોપી તથા મુદ્દા માલ વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે






Latest News