મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં રેલવે સ્ટેશન નજીક કન્ટેનર યાર્ડ પાસે કન્ટેનર હડફેટે આધેડનું મોત


SHARE







મોરબીમાં રેલવે સ્ટેશન નજીક કન્ટેનર યાર્ડ પાસે કન્ટેનર હડફેટે આધેડનું મોત

મોરબીમાં રેલવે સ્ટેશન નજીક આવેલ કન્ટેનર યાર્ડ પાસે કન્ટેનર હડફેટે આધેડનું મોત નિપજયુ હતું જેથી કરીને લોકો રોષે ભરાયા હતા અને વાહનમાં તોડફોડ કરીને કન્ટેનર યાર્ડને બંધ કરવાની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો ત્યાર બાદ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને મામલો થાળે પડ્યો હતો

મોરબીમાં રેલવે સ્ટેશન નજીક કન્ટેનર યાર્ડ આવેલ છે અને તેની બાજુમાં રોહિદાસપરા આવેલ છે અને રોહિદાસપરાના રહેવાસી મોહનભાઇ મોતીભાઈ પરમાર (૫૦) નામના આધેડ કન્ટેનરની હડફેટે ચાલી ગયા હતા જેથી તેનું સ્થળ ઇપર જ મોત નીપજ્યું હતું. જેથી કરીને લોકો એકત્રિત થઈ ગયા હતા અને રોષે ભરાયેલા લોકોએ દસથી વધુ ટ્રકના કાચ તોડી નાખ્યા હતા અને લોકોએ કન્ટેનર ડેપોનો રોહિદાસપરામાંથી નીકળતો રસ્તો બંધ કરવાની માંગ કરી હતી અને લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જો કે, રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને સમજાવટથી મામલો થાળે પડ્યો હતો






Latest News