ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાનદાર પાસેથી બાકી રકમની ઉઘરાણી કરવા માર મારનારા ત્રણ શખ્સની કરી ધરપકડ


SHARE







મોરબીમાં દુકાનદાર પાસેથી બાકી રકમની ઉઘરાણી કરવા માર મારનારા ત્રણ શખ્સની કરી ધરપકડ

મોરબીમાં રોયલ બેકરી ધરાવતા વેપારીએ ઉઘરીમાં હોલસેલર પાસેથી માલની ખરીદી કરી હતી અને તેના પૈસા આપવાના બાકી હતા જેની ઉઘરાણી માટે હોલસેલરના માણસો બે થી ત્રણ વખત અગાઉ આવ્યા હતા અને ત્યારે રૂપિયા ન હોવાથી આપેલ ન હતા જેથી કરીને ૧૭૦૦ રૂપિયાની ઉઘરાણી માટે ત્રણ શખ્સોએ દુકાનદારના દીકરાની સાથે બોલાચાલી કરીને ગાળો આપીને માર માર્યો હતો જેથી દુકાનદાર વચ્ચે પડતા તેને પણ મારમારીને ઈજા કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરેલ છે 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટી ખાતે રહેતા ગનીભાઈ જુમાભાઈ રાઉમા જાતે સંધી મુસલમાન (૪૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભોલાભાઈ ઉર્ફે મોઇનભાઈ કાદરભાઈ લોઘા અને બે અજાણ્યા માણસો આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી છે કે તેની વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટી સામે રોયલ બેકરી નામની તેઓની દુકાન આવેલ છે અને મોરબીમાં આવેલ ભગવતી ટ્રેડિંગ નામની દુકાનેથી દીપકભાઈ તેજુમલ નારવાણી પાસેથી માલ મંગાવીને ત્યાં તેઓ વેપાર કરતા હોય છે અને છેલ્લે તેઓએ કરેલ ખરીદીના એકાદ મહિનાથી ૧૭૦૦ રૂપિયા બાકી હતા જેની ઉઘરાણી માટે બેથી ત્રણ વખત ત્યાંથી માણસો આવ્યા હતા અને દીપકભાઈએ તેઓને ઉઘરાણી કરવા માટે મોકલ્યા છે તેવું કહેતા હતા દરમિયાન ભગવતી ટ્રેડિંગમાંથી આવેલા ત્રણ શખ્સોએ બોલાચાલી કરીને માર માર્યો હતો જેથી કરીને ગનીભાઈ રાઉમાએ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી મોહિબ ઉર્ફે ભોલો કાસમભાઇ લોધાણી જાતે ઘાંચી (૨૨) રહે. ઘાંચી શેરી નંબર ૧૨ મોરબી, માજીદભાઈ બસીરભાઈ ભટ્ટી જાતે મિયાણા (૨૬) અને મોહીન મહમદભાઈ જામ જાતે મિયાણા (૧૯) રહે બંને મચ્છી પીઠ ઈદગાહ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે 






Latest News