વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં વોકિંગમાં નીકળેલા યુવાન પાસે હાથ ઉછીના પૈસા માંગીને માર મારનાર શખ્સોની ધરપકડ


SHARE







મોરબીમાં વોકિંગમાં નીકળેલા યુવાન પાસે હાથ ઉછીના પૈસા માંગીને માર મારનાર શખ્સોની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ કાંટા પાસે રાત્રી દરમિયાન ચાલવા માટે નીકળેલા યુવાન અને તેની સાથે અન્ય એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો જેથી યુવાને ફરીયાદ નોંધાવી હતી જેમાં લખાવ્યું હતું કેઆરોપીએ તેની પાસે હાથ ઉછીના પૈસાની માગણી કરી હતી જોકે પૈસા આપવાની યુવાને ના પાડતા તેને અને તેની સાથે ચાલવા માટે નીકળેલા બંને વ્યક્તિને ગાળો આપીને ઢીકાપાટુ અને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં બે શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના  આધારે પોલીસે હાલમાં બંને આરોપીની ધરપકડ કરેલ છે


મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ કાંટા પાસે આવેલ હરિઓમ સોસાયટીમાં માહી એપાર્ટમેન્ટની અંદર રહેતા પ્રવિણભાઇ કરસનભાઈ રાઠોડ (૩૩) અને તેની સાથે અન્ય એક વ્યક્તિ રાત્રે ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે આરોપી મહેશભાઈ દેવજીભાઈ વણોલએ પ્રવીણભાઈની પાસે હાથ ઉછીના રૂપિયાની માગણી કરી હતી જોકે પ્રવીણભાઈએ રૂપિયા આપવાની ના કહી હતી માટે આરોપીએ યુવાનની સાથે બોલાચાલી કરી હતી અને માથાકૂટ કરી હતી ત્યારબાદ તેને લાકડી વડે પ્રવીણભાઈ અને તેની સાથે ચાલવા માટે નીકળેલા એક વ્યક્તિને મહેશ દેવજીભાઇ વણોલએ માર માર્યો હતો તેની સાથે રહેલા મહેશ કાંતિલાલ ભંખોડિયા નામના શખ્સે પણ ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી જેથી ભોગ બનેલા પ્રવિણભાઇ રાઠોડએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં મહેશ દેવજીભાઇ વણોલ અને મહેશ કાંતિભાઈ ભંખોડિયા રહેબંને ભડીયાદ કાંટા પાસે જવાહર સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે




Latest News