મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં  હેલ્થ એન્ડ વેલ્નેસ કેમ્પ દ્વારા એચઆઈવી, ટીબી, હિપેટાઈટીસ બી અને સી તેમજ સિફિલિસ સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં  હેલ્થ એન્ડ વેલ્નેસ કેમ્પ દ્વારા એચઆઈવી, ટીબી, હિપેટાઈટીસ બી અને સી તેમજ સિફિલિસ સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

હેલ્થ એન્ડ વેલ્નેસ કેમ્પ દ્વારા બંદીવાન ભાઈઓ અને બહેનો માટે એચ.આઈ.વી., ટી.બી., હિપેટાઈટીસ બી અને સી તેનાજ સિફિલિસ સ્ક્રીનીંગ અને સારવારનું મોરબી જીલ્લા સબ જેલ ખાતે આયોજન કરાયું હતુ.આરોગ્ય અને પરિવાર મંત્રાલય ભારત સરકાર દ્વારા વિવિધ કસ્ટડીમાં રહેનાર માટે એક ખાસ ઝુંબેશ હેલ્થ એન્ડ વેલ્નેસ કેમ્પ દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું આ ઝુંબેશ નો મુખ્ય હેતુ એક સુનિશ્ચિત સમય મર્યાદામાં એચ.આઈ.વી., ટી.બી., હિપેટાઈટીસ બી અને સી તેનાજ સિફિલિસ વિશે જાગૃતી, સ્ક્રીનીંગ અને સારવારનું કરવાનું છે. 

આ કેમ્પના સફળ આયોજન માટે ભારત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ, જેલ વિભાગ મોરબી, (NTEP) ટીબી વિભાગ, (NVHCP)રાષ્ટ્રીય હિપેટાઈટીસ નિયંત્રણ કાર્યક્રમ સંકલન માં રહીને ખાસ ઝુંબેશ હેલ્થ એન્ડ વેલ્નેસ કેમ્પ નું આયોજન કરેલ છે જે અંતર્ગત મોરબી સબ જેલ ખાતે આ કેમ્પ આજ રોજ તા.૧૯ મેં ૨૦૨૩ ના યોજવામાં આવેલ હતો.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ જીલ્લા ક્ષય અધિકારી ડૉ.ધનસુખ અજાણા, તેમજ સુભિક્ષા પ્રોજેક્ટના મીનાબેન પરમાર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.zજેમાં દિશા ડાપ્કું પ્રોગ્રામના ક્લસ્ટર પ્રોગ્રામ મેનેજર રાજેશભાઈ જાદવ, ICTC માંથી વસંતભાઈ પડ્સુમ્બીયા, જીલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઈ જોષી, લેપ્રસી પેરામેડીકલ વર્કર ધર્મેન્દ્રભાઈ વાઢેર તથા સિવિલ હોસ્પિટલ લેબ સ્ટાફ હાજર રહ્યા હતા તથા પ્રોગ્રામ વિષે તમામને  માહિતગાર કર્યા હતા.કેમ્પમાં જેલના તમામ બંદીવાનોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ કેમ્પમાં ચામડી રોગના નિષ્ણાંત ડૉ. યશરાજસિંહ ઝાલાએ તમામ બંદીવાનોનું સ્ક્રીનીંગ કર્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા તથા જેલના સ્ટાફનો સહયોગ મળ્યો હતો.






Latest News