મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન અને તેના માતા-પિતાને માર મારવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં યુવાન અને તેના માતા-પિતાને માર મારવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ અમૃતપાર્કની બાજુમાં બોખાની વાડીમાં રહેતા યુવાન અને તેના માતા-પિતાને ચાર શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જે પૈકી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે

મોરબીના નવલખી રોડ અમૃતપાર્કની બાજુમાં આવેલ બોખાની વાડીમાં રહેતા ગણેશભાઈ ધીરુભાઈ નકુમ જાતે દલવાડી (૨૭) એ ચારેક દિવસ પહેલા જગદીશભાઈ ધીરુભાઈ કંઝારીયા, બળવંતભાઈ ધીરુભાઈ કંઝારીયા, ગૌતમભાઈ ધીરુભાઈ કંઝારીયા અને લક્ષ્મણભાઈ શામજીભાઈ નકુમની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતુ કે આરોપીઓએ તેના ઘર પાસે આવીને તમે કેમ અમને અને અમારા પરિવારને હેરાન કરો છો..? તેવું કહ્યું હતું અને ત્યારે ફરિયાદી યુવાને કહ્યું કે “મારા ભાઈ સાથે તમારે અણ બનાવ હોય તો એમાં અમારે કોઈ લેવાદેવા નથી અને અમે તે વાતમાં કંઈ જાણતા નથી” ત્યારે આરોપી જગદીશભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે આવેલ તેના ભાઈઓ અને ફરિયાદીના કાકા લક્ષ્મણભાઈએ યુવાનને ગાળો આપી હતી અને બાદમાં તેના હાથમાં રહેલ ધોકા વડે યુવાનને માર માર્યો હતો જેથી કરીને ફરિયાદી ગણેશભાઈને માથામાં ઇજા થઈ હોવાથી તેના માતા-પિતા બચાવવા માટે વચ્ચે પડ્યા હતા ત્યારે તેઓને પણ માર મારવામાં આવ્યો હતો આ ગુનામા અગાઉ ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં પોલીસે  જગદીશભાઈ ધીરુભાઈ કંઝારીયા (૩૫) રહે. ગણેશનગર વાવડી રોડ મોરબી વાળાની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી.મેતાએ ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ ભુવનેશ્વરી પાર્કમાં રહેતો મોનેક રાકેશભાઈ વામજા (૧૭) નામનો યુવાન ત્યાંથી પસાર થયો હતો ત્યારે બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં તે યુવાનને પગ અને માથાના ભાગે ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા મહેન્દ્રભાઈ ધીરજલાલ અમૃતિયા (૩૮) નામનો યુવાન મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સીરામીક સીટી પાસે મેલડી માતાજીના મંદિર નજીકથી પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તે યુવાનને જમણા હાથે ઇજા થઇ હોવાથી મહેન્દ્રભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News