ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન
Breaking news
Morbi Today

હળવદ નજીકથી ૧૩૨ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ : ત્રણ શખ્સો સામે નોંધાયો ગુનો


SHARE











હળવદ નજીકથી ૧૩૨ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ : ત્રણ શખ્સો સામે નોંધાયો ગુનો

હળવદના કોયબા તરફથી આવતી દારૂ ભરેલી કારનો ડી સ્ટાફના જવાનોએ ફીલ્મી ઢબે પીછો કર્યો હતો જેથી કારમાં બેઠેલા શખ્સો કારને છોડીને નાશી ગયા હતા અને આ કારમાથી ૧૩૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ,૩૯,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ પોલીસના ડી સ્ટાફમાં ફરજ બજાવતા યોગેશદાન ગઢવીચંદભાઈ ઈંદરીયાદેવેન્દ્ર સિંહ ઝાલાવિજયભાઈ સહિતને મળેલી માહિતી મુજબ કોયબા તરફથી બાઇક સાથે અકસ્માત સર્જીને દારૂ ભરેલી કાર આવી રહી છે જેથી માર્કેટિંગ યાર્ડ પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે ઢવાણા બાજુથી આવતી કારને તેમાં બેઠેલા શ્ખ્સોએ પોલીસને જોઈને પાછી વાળતાં પોલીસે તે કારનો પીછો કર્યો હતો અને જીઆઈડીસી પાસેથી કાર રેઢી મળી હતી જેને ચેક કરતાં કારમાથી ૧૩૨ બોટલો દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૯,૬૦૦ દારૂ તેમજ કાર મળીને ૩,૩૯,૬૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને ડ્રાઈવર સહિત ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂનો આથો

હળવદ તાલુકાના નવા શીરોઈ ગામેગામ બ્રાહ્મણી-૨ ડેમના કાંઠે બાવળની ઝાડીમાં દેશી દારૂની રેડ કરી હતી ત્યારે ઘટના સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટેનો ૨૨૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને ૪૪૦ રૂપિયાની કિંમતનો આથો કબજે કર્યો હતો અને આ દેસી દારુ બનાવવાનો આથો જીવાભાઈ બાબુભાઈ પંચાસરા જાતે કોળી રહેનવા શિરોઇ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરે છે




Latest News