ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા પાસે બાવળની જાળીમાંથી ૧૦ બોટલ દારૂ ભરેલ ગાડી મળી: બુટલેગરની શોધખોળ


SHARE





ટંકારા પાસે બાવળની જાળીમાંથી ૧૦ બોટલ દારૂ ભરેલ ગાડી મળી: બુટલેગરની શોધખોળ

મોરબીથી ટંકારા રોડે રિલાયન્સના પંપ પાસે બાવળની જાળીમાં ક્રુઝ ગાડી પડી હતી જેને પોલીસે ચેક કરતા ક્રૂઝ ગાડીમાંથી દારૂની ૧૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦૦ ની કિંમતનો દારૂ તથા એક લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૧૦૩૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે ગાડીનો ચાલક હાજર ન હોવાથી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીથી ટંકારા તરફ જતા રસ્તા ઉપર રિલાયન્સના પંપની બાજુમાંથી બીએસએનએલ ઓફિસ તરફ જવાના રસ્તે બાવળની જાળીમાં ક્રૂઝ ગાડી નંબર જીજે ૬  એક્યુ ૬૦૩૨ પડી હતી જે ગાડીને ટંકારા તાલુકા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની ૧૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦૦ ની કિંમતની દારૂની બોટલો તેમજ એક લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૧,૦૩,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે ગાડીનો ચાલક તેના વાહન પાસે ન હોવાથી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી બાઈક લઈને જમાલશા હાજીશા શાહમદાર (૫૬) રહે. ફૂલ ગલી ખાટકીવાસ મોરબી વાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વ્યક્તિ સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે બાઈક ઉપરથી આધેડ નીચે પટકાતા તેઓને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા આધેડને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News