હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

સુરેન્દ્રનગરના બનાવટી ચલણી નોટોના બે ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબીમાંથી દબોચ્યો


SHARE











સુરેન્દ્રનગરના બનાવટી ચલણી નોટોના બે ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબીમાંથી દબોચ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના બનાવટી ચલણી નોટોના બે ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી દરમ્યાન મોરબી સામાકાંઠે કેસરબાગમાંથી એસ.ઓ.જી.ની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે

રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવી હતી દરમ્યાન જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ ટિમ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા આશિકુભાઇ રહીમભાઇ રાઉમાને સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨ માં ચલણી નોટોના બે ગુન્હા નોંધાયેલ છે તે બન્ને ગુન્હાના કામે આરોપી યુનીશ અલીમહંમદભાઇ ભટ્ટી જાતે મીયાણા (૪૫) રહે. કાજરડા તાલુકો માળીયા વાળો આ ગુન્હામાં નાસતો ફરે છે અને તે હાલમાં મોરબીમાં કેશરબાગ પાસે હોવાની માહિતી હતી જેથી ત્યાંથી તેને પકડી લેવામાં આવ્યો હતો અને આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપેલ હતો આ કામગીરી પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ રસીકભાઇ કડીવાર, જુવાનસિંહ રાણા, મુકેશભાઇ જોગરાજીયા, મહાવિરસિંહ પરમાર, સતીષભાઇ ગરચર, આશિકભાઇ રાઉમા, ભાવેશભાઇ મીંયાત્રા, કમલેશભાઇ ખાંભલીયા, સામતભાઇ છુછીયા, અંકુરભાઇ ચર્ચાયુ, અશ્વિનભાઇ લોખીલ વિગેરેએ કરી હતી

યુવાન સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ કોચલની વાડી ખાતે રહેતા હસમુખભાઈ મેઘજીભાઈ ચાવડા નામના ૩૮ વર્ષના યુવાનને રોડ અકસ્માતમાં ઇજા તથા સારવાર માટે આસ્થા હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જાણવા મળતી વિગત મુજબ પંચાસર રોડ ઉપર આવેલ પ્રાથમિક શાળા પાસેથી તે બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા તેને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હાલ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News