મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં રોડ રોમિયો, અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા રેન્જ આઇજીનો આદેશ


SHARE







મોરબીમાં રોડ રોમિયો, અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા રેન્જ આઇજીનો આદેશ

મોરબી શહેરમાં દસ દિવસમાં બે સગીરા સાથે બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવી ફરિયાદ નોંધાઈ છે તેવામાં મોરબી જીલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન માટે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ આવ્યા હતા ત્યારે દીકરી અને મહિલાઓની સલામતીને પ્રાધાન્ય આપીને શાળા કોલેજની પાસે આંટા મારતા રોડ રોમિયો, અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ કાફેમાં ગેરકાયદે પ્રવૃતિ કરનારાઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરીને તેના લાઇસન્સ રદ કરવા સુધીની કામગીરી કરવા માટે મોરબીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે

મોરબી જીલ્લામાં આવેલ રેન્જ આઈજી આશોકકુમાર યાદવ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં ઔધોગિક સંગઠનો સાથે મિટિંગ કરીને તેના સૂચનો મેળવીને જીલ્લામાં ચેકપોસ્ટ બનાવવામાં આવી  છે તેના સારા પરિણામો મળ્યા છે અને મોરબી એસયોર્ડ એપ્લીકેશનમાં પરપ્રાંતીય શ્રમિકોની માહિત અપલોડ કરવા માટે વારંવાર કહેવામા આવ્યું હતું ત્યારે હાલમાં ૮૦ ટકા જેટલી કામગીરી પુરી થઈ ગયેલ છે અને બાકીની કામગીરી પૂર્ણ કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા એક પખવાડિયાના ટૂંકા સમયમાં જુદાજુદા બે બનાવોમાં સગીરાઓને બ્લેકમેલ કરીને તેણીઉ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે દીકરીઓની છેડતી, દુષ્કર્મ જેવી ઘટનાઓને રોકવા માટે શાળા કોલેજો આસપાસ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવશે અને અસમાજિક તત્વો તેમજ રોડ રોમિયોની સામે કાર્યવાહી કરવામાં આવશે આટલું જ નહીં પરંતુ કાફેમાં કોઈ જગ્યાએ ગેરકાયદે પ્રવૃતિ કરવામાં આવતી હશે તો તેનું લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવા માટે સ્થાનિક અધિકારીઓને સૂચના આપવામાં આવી છે






Latest News