મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના કલેક્ટરે EVM વેરહાઉસની લીધી મુલાકાત યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામે વ્યાજખોરીના કેસમાં બે આરોપીઓના આગોતરા જામીન મંજુર


SHARE









વાંકાનેરના મહીકા ગામે વ્યાજખોરીના કેસમાં બે આરોપીઓના આગોતરા જામીન મંજુર

વાંકાનેર તાલુકાનાં મહીકા ગામે આવેલ જીનીયસ સ્કુલની બાજુમાં રહેતા યુવાન અને તેના ભાઈને ખેતીના કામ સબબ તથા લગ્ન પ્રસંગ માટે રૂપીયાની જરૂર હતી જેથી તેને મહીકા ગામના જ એક શખ્સ પાસેથી પાંચ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા જેની સામે ૧૫ લાખ રૂપિયા આપી દીધા હતા તો પણ વધુ ૧૦ લાખ રૂપિયા આપવા માટે યુવાન અને તેના ભાઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે વ્યાજખોરોની ધરપકડ કરી હતી અને તેના આગોતરા જામીન માટે અરજી મૂકવામાં આવી હતી તે જામીન અરજીને મોરબીની સેશન્સ કોર્ટે મંજૂર કરેલ છે

વાંકાનેર તાલુકાનાં મહીકા ગામે આવેલ જીનીયસ સ્કુલની બાજુમાં રહેતા યાકુબભાઇ મોહમદભાઇ બાદી જાતે મોમીન મુસ્લીમ (૪૬)એ ગત તા.૨૭/૧૨/૨૦૨૦ ના રોજ ફરિયાદી અને તેના ભાઈ ઉસ્માનભાઇને ખેતીના કામ સબબ તથા લગ્ન પ્રસંગ માટે રૂપીયાની જરૂર હતી જેથી તેને મહીકા ગામના વિજયભાઇ શીવાભાઇ ચાવડા પાસેથી પાંચ લાખ રૂપીયા માસીક દસ ટકાના વ્યાજે લીધેલ હતા જેની સામે વિજયભાઇએ ફરિયાદીના ભાઈની સર્વે નં.૨૧૧૪ પૈકી ૩ વાળી આશરે પાંચ વીઘા જમીનો સાટા ખત નોટરી રૂબરૂનો તેમની માતા ચંપાબેન શીવાભાઇ ચાવડાના નામનુ કરાવેલ હતુ. ત્યારબાદ ફરિયાદી દર મહીને વ્યાજના પચાસ હજાર ચૂકવી આપતા હતા અને વ્યાજના રૂપીયા આપવામાં એક બે દિવસ વહેલા મોડુ થાય તો તેનો અલગથી બે હજાર રૂપીયા આપતા હતા

આમ પાંચ લાખની સામે આરોપીને ફરિયાદી તરફથી આશરે પંદરેક લાખ રૂપીયા આપી દેવામાં આવ્યા હતા તો પણ  ફરિયાદી અને તેના ભાઈ પાસેથી વધુ દસ લાખ રૂપીયા આપવાનું કહીને ગાળો આપીને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી દરમ્યાન આ કેસના આરોપીઓ વતી મોરબીના યુવા એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા અને રવિ ચાવડા દ્વારા મો૨બીની ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટેની અરજી કરી હતી. અને એડવોકેટ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને બન્ને આરોપીઓના શરતી આગોતરા જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપી ત૨ફે મો૨બીના યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા, દીલીપ અગેચાણીયા, રવિ ડી.ચાવડા, કે.જે. ચાવડા ,જે.ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર રોકાયેલા હતા




Latest News