મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં તંદુરસ્ત મતદારયાદીના નિર્માણ માટે રોલ ઓબ્ઝર્વરની નિમણુંક થઇ


SHARE







મોરબી જિલ્લામાં તંદુરસ્ત મતદારયાદીના નિર્માણ માટે રોલ ઓબ્ઝર્વરની નિમણુંક થઇ

મોરબી જિલ્લામાં તંદુરસ્ત મતદારયાદીના નિર્માણ માટે રોલ ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે ત્યારે તા.૫/૪/૨૦૨૩ થી તા.૨૩/૪/૨૦૨૩ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અંતર્ગત તંદુરસ્ત મતદારયાદીના નિર્માણ માટે મોરબી જિલ્લામાં રોલ ઓબ્ઝર્વર તરીકે કુલદીપ આર્યાની નિમણુંક કરવામાં આવી છે.

ત્યારે રોલ ઓબ્ઝર્વરએ તા.૨૦/૪/૨૦૨૩ ના રોજ મોરબી જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક દરમ્યાન તા.૧/૪/૨૦૨૩ ની લાયકાતની તારીખ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ થતા તમામ નાગરિકો, વિદ્યાર્થીઓની નોંધણી આ SSR – ૨૦૨૩ દરમ્યાન ૧૦૦% પૂર્ણ કરવામાં આવે તથા તમામ વિધાનસભા મતવિસ્તારમાં જેન્ડર રેશિયો વધારવા માટે બોટમ ૨૦ મતદાન મથકની રૂબરૂ મુલાકાત તમામ ERO/ AERO દ્વારા લેવામાં આવે તેમ જણાવ્યું હતું.

રોલ ઓબ્ઝર્વરએ ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં.૧૫૩- ટંકારા-૨ શ્રી કુમાર પ્રાથમિક શાળા તથા મતદાન મથક નં.૧૬૦-ટંકારા-૯, શ્રી એમ.પી.દોશી હાઇસ્કુલની મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી સાથે રૂબરૂ મુલાકાત લઈ બી.એલ.ઓ.ની કામગીરી તથા મતદારયાદીની સમીક્ષા કરી હતી તેમ મોરબી જિલ્લા ચુંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.






Latest News