મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે સ્કાય મોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મેરેથોન બેઠકોનો ધમધમાટ


SHARE







 

મોરબીના શનાળા રોડે સ્કાય મોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મેરેથોન બેઠકોનો ધમધમાટ

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આજે મોરબીમાં આવ્યા ત્યારે મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે તેની અધ્યક્ષતામાં જુદીજુદી પાંચ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સવારના ૧૦ વાગ્યાથી લઈને બપોરના ત્રણ વાગ્યા સુધી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં જ હાજર રહેશે અને ખાસ કરીને સરકાર અને સંગઠન વચ્ચે સંકલન કરીને મોરબી જિલ્લાના લોકોની સુખકારીમાં સારામાં સારી રીતે વધારો કેવી રીતે કરી શકાય તેને લઈને આ બેઠકોમાં ચર્ચા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે

આજે મોરબીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જુદીજુદી પાંચ મેરેથોન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી  અને રાજ્યના શિક્ષક મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા પણ તેની સાથે રહ્યા હતા અને મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે મોરબી જિલ્લાના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો તેમજ સંઘના હોદેદારો અને જિલ્લાના અધિકારીઓની સાથે જુદીજુદી પાંચ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી મોરબીમાં હોવાથી પોલીસ દ્વારા મુખ્યમંત્રીના રૂટ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે

વધુમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજી દેથરીયા પાસેથી મળેલ માહિતી મુજબ ભાજપ સરકાર પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે સતત સક્રિય છે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાની હાજરીમાં બેઠકો યોજાયેલ છે અને મોરબીના જોધપર ગામે પાસે આવેલ પટેલ બોર્ડિંગ પાસેના હેલિપેડ ખાતે ૧૦ વાગ્યે હેલિકોપ્ટરમાં મુખ્યમંત્રી અને પ્રભારીમંત્રી મોરબી આવી પહોચ્યા હતા અને ત્યાંથી લીલપર કેનાલ રોડ થઈને શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે મુખ્યમંત્રીનો કાફલો આવો પહોચ્યો હતો

આજે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે સવારે સવા દસ વાગ્યાથી જુદીજુદી પાંચ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક, ચૂંટાયેલા જન પ્રતિનિધિઑ સાથે બેઠક, સંઘ પરિવાર ક્ષેત્રેના હોદેદારો સાથે બેઠક, જિલ્લા સંકલનની બેઠક અને છેલ્લે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે મુખ્યમંત્રી બેઠક કરશે અને મોરબી જિલ્લાના પ્રશ્નો, સમસ્યાઓ આવશે તેનો નિકલા કરીને લોકોની સુખાકારીમાં સરકાર અને સંગઠન સાથે રહીને કેવી રીતે વધારો કરી શકે તેની ચર્ચાઓ આ બેઠકોમાં કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યુ છે






Latest News