મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારા નજીકથી દારૂ ભરેલ ટ્રક સહિત ૪૫.૭૨ લાખના મુદામાલ સાથે પકડાયેલા આરોપી જેલ હવાલે


SHARE







ટંકારા નજીકથી દારૂ ભરેલ ટ્રક સહિત ૪૫.૭૨ લાખના મુદામાલ સાથે પકડાયેલા આરોપી જેલ હવાલે

મોરબી રાજકોટ હાઇવે ઉપર મીતાણા ગામ પાસેથી પસાર થતા ટ્રકને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૧૧,૪૬૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ, રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને ટ્રક મળીને કુલ ૪૫.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરેલ હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકના ડ્રાઇવર સહિત પાંચ શખ્સોની સામે ગુનો નોંધાયો હતો દરમ્યાન ટંકારા પોલીસે દારૂ સાથે પકડાયેલ આરોપીને મોરબીની સબ જેલ હવાલે કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા મીતાણા ગામ પાસે આવેલ રાધે પાન એન્ડ ટી સ્ટોલ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારે ટંકારા બાજુથી આવતો ટ્રક રાજકોટ તરફ જતો હતો ત્યારે ટ્રક નંબર જીજે ૨૪ વી ૮૯૭૫ ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની ૧૧,૪૬૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ તથા દસ લાખ રૂપિયાની કિંમતનો ટ્રક, ૫૦૦૦ નો એક મોબાઈલ ફોન, ૧૪૨૦૦ રોકડા આમ કુલ મળીને ૪૫,૭૨,૪૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને ટ્રક ડ્રાઇવર બુધારામ કાનારામજી બાબલે જાતે બિશ્નો (૪૩) રહે બાલાજીનગર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ હતી ત્યાર બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને પાંચ શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જો કે, હાલમાં ટંકારા તાલુકા પોલીસ દ્વારા આ ગુનામાં પકડાયેલા આરોપી બુધારામ કાનારામજી બાબલે જાતે બિશ્નો (૪૩) રહે બાલાજીનગર રાજસ્થાન વાળાને મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે






Latest News