વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૯ લાખની લોન પાસ થઈ હોય બેંકે જવાનું કહ્યા બાદ યુવાન ગુમ : બે માસ બાદ પણ પતો નહીં


SHARE











મોરબીમાં ૧૯ લાખની લોન પાસ થઈ હોય બેંકે જવાનું કહ્યા બાદ યુવાન ગુમ : બે માસ બાદ પણ પતો નહીં..!

હાલ મોરબીના નાનીવાવડી ગામે રહેતા અને મૂળ બગથળાના દરજી યુવાનની રૂા.૧૯ લાખની લોન પાસ થયેલી હોય તે ઘરેથી દુકાને અને દુકાને આવ્યા બાદ બેંકના કાગળ લેવા ઘરે ગયો હતો અને ઘરેથી બેંકે જાંઉ છું તેમ કહીને નીકળ્યા બાદ દરજી યુવાન ગુમ થઈ જતા બે માસ જેટવો સમય વીતી જવા છતાં યુવાનની ભાળ ન મળતા હાલ પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ દ્વારા ગુમ થયેલા યુવાનને શોધવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

મોરબીના નાની વાવડી ગામે આવેલ સમજુબા સ્કૂલની પાસેની ખોડીયાર ડેરી નજીક રહેતા અને ઘરની પાસે જ મામા સિલેક્શન નામે દરજીકામની દુકાન ધરાવતો સુરેશ નંદલાલ ગંગારામ ધામેચા દાતે દરજી (ઉમર ૩૯) મૂળ રહે. બગથળા તાલુકો જીલ્લો મોરબી નામનો યુવાન ગત તા.૧૯-૨ ના બપોરના એકાદ વાગ્યા બાદથી ગુમ થઈ ગયેલો હોય તેની માતા ભારતીબેન નંદલાલ ધામેચા જાતે દરજી (૫૫) રહે.ખોડીયાર ડેરી નજીક સમજુબા સ્કૂલ પાસે નાની વાવડી વાળાઓએ પોલીસમાં તેમનો પુત્ર બે માસથી ગુમ થયો હોવાની જાણ કરી હતી.વધુમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના બગથળા ગામના વતની અને હાલ મોરબીના નાનીવાવડી ગામે રહેતા નંદલાલ ગંગારામ ધામેચાનો પુત્ર સુરેશ નંદલાલ ધામેચા નામનો દરજી યુવાન તા.૧૯-૨ ના રોજ રાબેતા મુજબ ઘરેથી તેની દરજીકામની દુકાને ગયો હતો અને સવારે દુકાને ગયા બાદ પરત ઘરે બેન્કના કાગળો લેવા આવ્યો હતો અને કાગળ લઈને ઘરેથી ૧૧ વાગ્યે બેંકે જાવ છું તેમ કહીને નીકળ્યો હતો અને બાદમાં તે ગુમ થઈ ગયો હોય હાલ તેણીની માતા ભારતીબેન દ્રારા નોંધાવાયેલ ફરિયાદ આધારે ગુમ થયેલા સુરેશ ધીમેચાની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ સુરેશ ધામેચાની એક બેંકમાંથી ૧૪ લાખની લોન પાસ થયેલી હતી અને તે લોન ભરવા માટે તેણે અન્ય ખાનગી બેંકમાંથી રૂપિયા ૧૯ લાખની લોન મૂકી હતી જે પાસ થઈ હતી જેથી આગલી લોન તેને ચૂકવી દીધી હતી અને બાકીના પાંચ લાખનો ચેક આપવા માટે બેંકવાળાઓ તેને ચેક આપવાના હતા દરમિયાનમાં તે બેંકના કાગળ લઈને ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં ગુમ થઈ ગયો હતો.તે છેલ્લા બે માસથી ગુમ હોય હાલ શા માટે તે ગુમ થયો છે..? અને તે કયાં ગયો છે..? તેનો પતો મેળવવા માટે સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડીયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાઇપાસ ઉપર જુના આરટીઓ નજીક આવેલ એ.જે. માઇક્રોન અને નાયરા પેટ્રોલ પંપની વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રકના ટાયરનું પંચર કર્યા બાદ રોડ તરફ જઈ રહેલા મોઇનુદ્દીન અન્યુમુદીન (ઉંમર ૩૨) રહે.અકબરી દાઉદીન ચોક સમસ્તીપુર બિહાર વાળાને ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જાણવા મળતી વિગતો મુજબ ઇજાગ્રસ્ત મોઇનુદિન પંચર કર્યા બાદ રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકની હડફેટે ચડી ગયો હતો જેથી તેને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ બાદ મધુરમ હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો.






Latest News