મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હિટાચી છોડાવવા ખોટું સોલવંશી જામીન રજૂ કરનાર વાહન માલિક સહિત ત્રણ સામે ફરિયાદ


SHARE











મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હિટાચી છોડાવવા ખોટું સોલવંશી જામીન રજૂ કરનાર વાહન માલિક સહિત ત્રણ સામે ફરિયાદ

મોરબી જિલ્લાના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગુનાના કામે જપ્ત કરવામાં આવેલ હિટાચી મશીનને છોડવા માટે હાઇકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો હતો અને સોલવંશી જામીન મોરબીની કોર્ટમાં રજૂ કરવાના હતા જોકે, આરોપીને ખોટું સોલવંશી જામીન હોવાની જાણ હોવા છતાં તે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કર્યું હતું અને તે અંગેની જાણ અધિકારીને થઈ જતા કોર્ટમાં ખોટું સોલવંશી રજૂ કરવા બદલ હાલમાં ત્રણ શખ્સોની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે

બનાવની જાણવા મળતી વખતે પ્રમાણે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ ૨૦૨૨ માં આઇપીસી કલમ ૩૭૯ અને ગુજરાત મિનરલ્સ રૂલ્સ ૨૦૧૭ ના નિયમ મુજબ તેમજ એમ.એમ.આર.ડી. એક્ટ ૧૯૫૭ ની કલમ ૪(૧) અને 4 (૧-એ) તથા ૨૧ પેટા કલમ ૧ થી ૬ અને જીએમએમસીઆર ૨૦૧૭ ના નિયમ મુજબ હિટાચી મશીન કબજે કરવામાં આવ્યું હતું અને આ હિટાચી મશીનને મુક્ત કરવા માટે હાઇકોર્ટમાંથી તા ૬/૨/૨૦૨૩ ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો અને ૧૦,૬૦,૭૫૯ નું સોલવંશી સર્ટી રજૂ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે રાજુભાઈ બુટાભાઈ ફાંગલીયા (૪૨) રહે. મોરથળા તાલુકો થાન વાળાએ હિટાચી મશીન છોડાવવા માટે હાઇકોર્ટના હુકમ મુજબ મોરબીની ડિસ્ટ્રીક કોર્ટમાં સોલવંશી સર્ટી રજૂ કરવાનું હતું. જે સોલવંશી સર્ટી રજૂ બોગસ બનાવીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું આ અંગેની આરોપીને જાણ હતી તો પણ તેને સોલવંશી સર્ટી ખરા તરીકે ઉપયોગ કરીને કોર્ટમાં રજૂ કર્યું હતું જેથી કરીને હાલમાં આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કોર્ટના લેખિત હુકમ પછી દિનેશભાઈ ભાણજીભાઈ વાઢેર (૪૭) રહે. એ-૪૦૪ શાંતિપથ રેસીડેન્સી મુઠીયા નરોડા અમદાવાદ, રાજુભાઈ બુટાભાઈ ફાંગલીયા (૪૨) રહે. મોરથળા તાલુકો થાન અને દેવેન્દ્રભાઈ નાથાભાઈ પંડ્યા રહે, ઓઢવ અમદાવાદ તેમજ તપાસમાં જેના નામ સામે આવે તે તમામની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે હાઇકોર્ટમાંથી હિટાચી મશીન છોડવા માટે સોલવંશી જામીન રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો જેથી હિટાચીના માલિક દ્વારા તેના વકીલ જય એમ. પરીખ મારફતે દિનેશભાઈ ભાણજીભાઈ વાઢેર (૪૭) રહે. અમદાવાદ વાળાનો નાયબ મામલતદાર સીટી તાલુકા અમદાવાદ દ્વારા તેમજ સર્કલ ઓફિસર તાલુકા સીટી નરોડાની સહી વાળો દારપણાનો દાખલો તા ૨/૩/૨૦૨૩ ના રોજ સિટી મામલતદાર અમદાવાદ દ્વારા કરવામાં આવેલ હોવાનું જણાવીને તેના ઉપર સર્કલ ઓફિસર તાલુકા સીટીના સિક્કો અને સિટી મામલતદાર અમદાવાદનો અશોક ચિહ્નવાળો રાઉન્ડશીલ મારીને દાખલો તૈયાર કરવામાં આવ્યો હતો અને તે બોગસ દાખલો વાહનના માલિક રાજુભાઈ ફાંગલીયા દ્વારા મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને આ સોલવંશી સર્ટીની ખરાઈ કરવામાં આવતા સિટી મામલતદાર અસારવા અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી અસારવા તાલુકા સેવાસદન દ્વારા આવો કોઈ દારપણાનો દાખલો ઇશ્યૂ કરવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું જેથી મોરબીની કોર્ટમાં ખોટું સોલવંશી સર્ટી રજૂ કરવામાં આવતા જે ઓફિસનો સિક્કો અને સીલ મારવામાં આવેલ છે તેની ખાતરી કરીને દાખલો ખોટી રીતે ઉભો કરેલ છે તેના સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે મોરબી બી ડિવિઝન પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News