મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે ખેતર સામે પાર્ક કરેલા બાઈકની ચોરી


SHARE







મોરબીના કોયલી ગામે ખેતર સામે પાર્ક કરેલા બાઈકની ચોરી

મોરબી તાલુકાના કોયલી ગામે આધેડે સીમમાં આવેલ ખેતર સામે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યો હતો જે ૪૦૦૦૦ ની કિંમતના બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ આધેડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર સનાળા ગામ પાસે લાયન્સનગરમાં રહેતા પ્રવીણભાઈ ભુરાભાઈ ડંડેચા (૫૩) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના કોયલી ગામે ખરા તરીકે ઓળખાતી સીમમાં કાચા રસ્તે તેઓના ખેતરની સામેના ભાગમાં તેને પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એઇ ૦૨૨૭ પાર્ક કરીને મૂક્યું હતું જે ૪૦૦૦૦ ની કિંમતના બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા આધેડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધવામાં આવેલ છે જે ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતો વાસુદેવ માવજીભાઈ ગુર્જર (૩૭) નામનો યુવાન બેભાન થઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ઢળી પડ્યો હતો જેથી તાત્કાલિક ૧૦૮ વડે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બાઇક સ્લીપ

વાંકાનેર તાલુકાના જૂની કલાવડી ગામે રહેતા ઈસ્માઈલભાઈ ઇબ્રાહીમભાઇ માણસિયા (૫૦) પોતાનું બાઇક લઈને વાંકાનેર તાલુકાના આગાભી પીપળીયા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવવામાં ઇજા પામેલા આધેડને  સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરીને આ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી છે






Latest News