મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લોકસભા-મોરબી પાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં: ડો.હેમાંગ વસાવડા


SHARE







મોરબી જીલ્લામાં લોકસભા-મોરબી પાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં: ડો.હેમાંગ વસાવડા

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ ખાતે ડો.હેમાંગ વસાવડાના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસનાં આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોની બેઠક યોજાઇ હતી જેમાં આગામી લોકસભાની ચૂંટણી તેમજ મોરબી પાલિકાની ચૂંટણીને લઈને ચર્ચાઇ કરવામાં આવી હતી.

મોરબી જીલ્લા, તાલુકા, શહેર એને પ્રદેશના સનિષ્ઠ આગેવાનો, હોદેદારો, વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ચુંટણી લડેલ ઉમેદવારો, દરેક સેલ અને ફ્રન્ટના હોદેદારો તથા કાર્યકરોની હાજરીમાં મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડાની બેઠક યોજાઇ હતી અને ત્યારે લોકસભાની ચુંટણી, સ્થાનિક સ્વરાજ, નગરપાલીકા ચુંટણી અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી અને કોંગ્રેસનાં આગેવાનો હોદેદારો અને કાર્યક્રરોને અત્યારથી ચૂંટણી જાહેર થઈ ગયેલ છે તેમ સમજીને કામે લાગી જવા માટેની ટકોર કરવામાં આવી હતી અને ખાસ કરીને કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા અને  પ્રદેશ કક્ષાએથી નક્કી કરાયેલા કાર્યક્રમોને આક્રમક રીતે લોકો સુધી લઈ જવા માટેની જિલ્લાના કોંગ્રેસનાં આગેવાનો સહિતના લોકોને કહ્યું હતું આ બેઠકમાં મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદેદારો તથા સર્વ કાર્યકર ભાઇઓ-બહેનોને બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા 






Latest News