મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે દર્શન બંગલોઝમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીના શનાળા રોડે દર્શન બંગલોઝમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી પાસે દર્શન બંગલોઝમાં રહેતા અને દસ્તાવેજની કામ કરતાં યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે 

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી પાસે દર્શન બંગલોઝમાં રહેતા આંબારામભાઈ ગાંભવાના દીકરા રવિ અંબારામભાઈ ગાંભવા (૨૩)એ પોતાના ઘરની અંદર ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેની બોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.કે. ફૂલતરિયા કરી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મૃતક યુવાન નવા બસ સ્ટેશન પાસે તેની ઓફિસે દસ્તાવેજ લખવાની કામગીરી કરતો હતો અને તેને પોતાના ઘરમાં કોઈ કારણોસર આપઘાત કરી લીધેલ છે જો કે, કયા કારણોસર તેને અંતિમ પગલું ભરેલ છે તેની કોઈ માહિતી સામે આવી નથી






Latest News