હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રેડર્સ પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર એક વ્યાજખોરની ધરપકડ: એકની શોધખોળ


SHARE











મોરબીમાં ટ્રેડર્સ પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર એક વ્યાજખોરની ધરપકડ: એકની શોધખોળ

મોરબીમાં ટાઈલ્સ ટ્રેડિંગનું કામ કરતા યુવાને ૪૦ ટકા જેટલા ઉંચા વ્યાજે ધંધા માટે રૂપિયા લીધા હતા અને તેની સામે તેણે મૂડી અને વ્યાજની રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા તેના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બે પૈકીનાં એક આરોપીની ધરપકડ કરેલ છે

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દેવ એપાર્ટમેન્ટના ફ્લેટ નં- ૫૦૪ માં રહેતા અને ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરતા કેતનભાઇ મગનભાઈ પટેલ (૩૬) નામના યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે માધવભાઈ જીવણભાઈ જીલરીયા તથા જયદીપભાઇ પઢિયાર રહે બંને સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તેની હેમરત્ન ચેમ્બરમાં કેતન કોટન કંપની નામની દુકાન આવેલ છે અને તે રોમટિરિયલ્સ તેમજ ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરે છે તેને રૂપિયાનું જરૂર હોવાથી જયદીપભાઇ પઢીયાર મારફતે તેણે માધવભાઈ જીલરીયા પાસેથી સમયાંતરે બે વખત વ્યાજે રૂપિયા લીધા હતા જેમાં ચાર લાખ રૂપિયા ૮ ટકા વ્યાજ લેખે અને પાંચ લાખ રૂપિયા માસિક ૪૦ ટકા વ્યાજ લેખે લીધા હતા જેની સામે ફરિયાદી યુવાને ૬.૫૨ લાખ વ્યાજના તથા મૂડીના ત્રણ લાખ રૂપિયા આમ કુલ મળીને ૯,૫૨,૦૦૦ ચૂકવી દીધા છે તેમ છતાં પણ માધવભાઈ જીલરીયાએ તેની પાસેથી એચડીએફસી બેન્કના ચાર કોરા ચેકમાં સહી કરાવી હતી અને તે પૈકીના એક ચેકને બેંકમાં વટાવીને ચેક રિટર્ન કરી નેગોશિયેબલ એક્ટ મુજબ તેની સામે કેસ કરી ફરિયાદી પાસેથી વધુ પૈસા આપવા માટે થઈને પઠાણી ઉઘરાવી કરવામાં આવી રહી હતી અને ટાંટિયા ભાંગી નાખવા માટેની ધમકી દેવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પીએસઆઈ આર.એનભટ્ટ દ્વારા આરોપી જયદીપભાઇ ઉર્ફે લાલો ગિરીશભાઈ પઢિયાર જાતે રબારી (૨૮) રહે સનાળા શક્તિ માતાજીનાં મંદિર પાસે વાળાની ધરપકડ કરવામાં આવી છે અને માધવભાઈ જીવણભાઈ જીલરીયા નામના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News