હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજના ચક્રમાં ફસાયેલા યુવાનને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ચાર પૈકી બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં વ્યાજના ચક્રમાં ફસાયેલા યુવાનને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ચાર પૈકી બે આરોપીની ધરપકડ

મોરબીમાં યુવાને તેના મિત્ર સાથે હરવા ફરવા અને ખાવા પીવાની મોજ કરવામાં જે રૂપિયા ખર્ચ કર્યા હતા તે ૭૦૦૦ તેની પાસેથી એકી સાથે માંગ્યા હતા જેથી કરીને યુવાને વ્યાજે પૈસા લીધા હતા અને ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાઈ ગયો છે અને યુવાને ચાર વ્યાજખોરની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચાર પૈકીનાં બે આરોપીની હાલમાં ધરપકડ કરેલ છે

મોરબીમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ શિવમ એપાર્ટમેન્ટના ફ્લેટ નં-૩૦૩ માં રહેતો અને ટાઇલ્સ કટીંગના કારખાનામાં ભાગીદાર ભવ્ય ભરતભાઈ ઘોડાસરા જાતે પટેલ (૧૯) એ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રિન્સ જાલરીયા મૂળ. લૂંટાવદર, અભિષેકભાઈ સોઢીયા રહે. વાવડી, રાકેશ બોરીચા અને ચેતન સામતભાઈ જેઠા રહે. વાવડી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, તેના મિત્ર સાવન રાજપરાએ તેની પાછળ હરવા ફરવા તથા જમવા માટે જે ખર્ચ કર્યો હતો તે રકમ ૭૦૦૦ રૂપિયા માંગ્યા હતા જે તેની પાસે ન હોવાથી આ યુવાને પ્રિન્સ ઝાલરીયા અને અભિષેક સોઢીયા પાસેથી રોકડા ૧૦૦૦૦ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે પ્રિન્સ ઝાલરીયાને વ્યાજ, મુદ્દલ અને પેનલ્ટીની રકમ કરીને ૨૫૦૦૦ રૂપિયા પાછા આપી દીધા હતા

ત્યારબાદ ફરી પાછા પ્રિન્સ ઝાલરીયા અને અભિષેક સોઢીયા પાસેથી ૩૦૦૦૦ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેની સામે વ્યાજ, મુદ્દલ અને પેનલ્ટી ગણીને પોતાના ગૂગલ પેમેન્ટમાંથી ૩,૧૫,૭૨૫ અને તેના પિતાના આઇડીબીયાઈ બેન્કના એકાઉન્ટમાંથી ગુગ્લ પે ટ્રાન્જેક્શન કરી એક લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ આ બંને શખ્સો દ્વારા તેની પાસેથી અવારનવાર રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી અને તેને જાનથી મારી નાખવાની તેમજ તેના ભાઈને ઉપાડી લેવાની ધમકી આપતા હતા જે ગુનામાં એ ડિવિઝનના મહીલા પીએસઆઇ પુષ્પાબેન સોનારા દ્વારા આઇપીસી કલમ ૩૮૪ અને ૫૦૬(૨) ના ગુના હેઠળ અભિષેક દેવજીભાઈ સોઢિયા જાતે આહિર (૨૨) રહે. નાની વાવડી અને પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયા જાતે પટેલ (૧૯) રહે. ભગવતી પાર્ક નાની વાવડી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી છે અને વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, આ ગુનામાં હજુ રાકેશ બોરીચા અને ચેતન સામતભાઈ જેઠા નામના બે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે






Latest News