મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીથી હરિયાણા મોકલાવેલ ૫.૧૬ લાખના કોલસાને સગેવગે કરનારા ત્રણ આરોપીની ધરપકડ


SHARE











મોરબીથી હરિયાણા મોકલાવેલ ૫.૧૬ લાખના કોલસાને સગેવગે કરનારા ત્રણ આરોપીની ધરપકડ

મોરબીથી હરિયાણાના પાણીપથમાં કોલસો ભરેલ ટ્રક મોકલવામાં આવ્યો હતો જોકે કોલસો ખરીદી કરનારને માલ ન પહોચાડીને ટ્રકના માલિક અને ડ્રાઇવરે તેને બારોબાર સગેવગે કરી નાખ્યો હતો અને માલ પહોચાડવા માટે ભાડું પણ એડ્વાન્સમાં આપવામાં આવ્યું હતું જે પણ ઓળવી ગયેલ છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ૫,૧૬,૭૧૦ ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે

હાલમાં મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના આદિપુરમાં રહેતા અને મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ઓફિસ ધરાવતા રાવજીભાઈ હસમુખભાઈ શુકલ (૪૪) એ હાલમાં રામસિંગ સુરજમલ યાદવ રહે. શાહપુરા જયપુર રાજસ્થાન અને તેના ભાઈ સુલતાનરામ સુરજમલ યાદવ રહે. જયપુર રાજસ્થાન વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે મોરબીના ભડીયાદ રોડ ઉપરથી રામસિંગ સુરજમલ યાદવના ટ્રક નંબર આરજે ૧૪ જીએચ ૪૪૨૫ માં ૪,૧૦,૭૬૭ ની કિંમતના કોલસાનો જથ્થો ભરવામાં આવ્યો હતો અને તે માલને હરિયાણાના પાણીપથમાં આવેલ નારાયણ કંપની ખાતે પહોંચાડવાનો હતો અને આ કામ માટે એડવાન્સમાં ૧,૦૫,૯૪૩ રૂપિયા ટ્રકનું ભાડું પણ આપી દેવામાં આવ્યું હતું તેમ છતાં પણ ટ્રકના માલિક અને ડ્રાઇવરે મળીને કોલસાનો જથ્થો મૂળ જગ્યાએ ન પહોંચાડીને વિશ્વાસઘાત કર્યો હતો અને ત્યારબાદ ટ્રકના માલિકે કોલસાનો જથ્થો માલની ખરીદી કરનાર પાર્ટીને પહોંચાડી આપશે તેવું કહ્યું હતું પરંતુ માલનો જથ્થો ન પહોંચાડીને ટ્રકના માલિક અને તેના ભાઈએ મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે લક્ષ્મી પ્લાઝામાં ફોર્ચ્યુન લોજિસ્ટિક નામની ઓફિસ ધરાવતા ફરિયાદી રાવજીભાઈ હસમુખભાઈ શુકલે છેતરપિંડીની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગૂનામાં તાલુકા પીએસઆઇ એસ.એન. સગારકા દ્વારા રામસિંગ સુરજમલ યાદવ (૩૫) ધંધો ટ્રાન્સપોર્ટ, સુલતાન સુરજમલ રામ જાતે યાદવ (૫૨) ધંધો ટ્રાન્સપોર્ટ અને જુમરભાઈ રામજીલાલ મીણા (૪૫) ધંધો ડ્રાઇવિંગ રહે.ત્રણેય રાજપુરા ગામ તાલુકો શાહપુરા જિલ્લો જયપુર રાજસ્થાન વાળાઓની આઇપીસી કલમ ૪૦૭, ૪૦૬, ૪૨૦, ૧૧૪ સહિતની કલમો હેઠળ ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.






Latest News